અકસ્માતનો સિલસિલો અંબાજીના આસપાસના વિસ્તારમાં હાલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે મોડી સાંજે પણ ચિખલા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો એક ટેલર રાજસ્થાનના ઝાલોર થી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે ચીખલા ખાતે બ્રેક ફેલ થતાં ટેલર પલટી ખાઈ ગયું હતું ટેલર પલટી ખાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એ 108 પણ ઘટના સ્થળે આવી પોહચી હતી ટેલરમાં અંદાજિત 900 કરતાં વધારે ઘઉંના કટ્ટા હતા બધા કટ્ટા ઉપર સરકારી સિમ્બોલ જોવા મળ્યો હતો જ્યારે રાજસ્થાનમાં જાલોર થી ગુજરાતના હિંમતનગર તરફ જતા અકસ્માત સર્જાયો હતો અને આટલા મોટા પ્રમાણમાં સરકારી અનાજ ક્યાં જઈ રહ્યો હતો તે ડ્રાઇવર બોલવા તૈયાર નથી જો કે અકસ્માત સર્જાતા કોઈ જાનહાની ની ઘટના થઈ નથી....