ડીસા તાલુકાના મહાદેવીયા ગામે શંકર ભગવાનના મંદિર આગળ શ્રાવણીયો જુગાર રમાતો હોવાથી ડીસા તાલુકા પોલીસે રેડ કરી જુગાર રમતા કુલ 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

ડીસા તાલુકામાં શ્રાવણીયા જુગારની ધૂમ મચી છે. તાજેતરમાં જ માલગઢ,જુનાડીસા, કૂંપટ ગામેથી જુગારીઓ ઝડપાયા બાદ ડીસા તાલુકા પોલીસે મહાદેવીયા ખાતે રેડ કરી 5 જુગારીયાઓને ઝડપી લીધા હતા. ડીસા તાલુકા પી.આઇ. એ.વી.દેસાઇના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસની ટીમને મોડી રાત્રે પેટ્રોલિંગમાં દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ડીસા તાલુકાના મહાદેવિયા ગામે શંકર ભગવાનના મંદિર આગળ ઓચિંતી રેડ કરી હતી.

જેમાં જુગાર રમવા બેઠેલા શખ્સોમાં દોડધામ મચી હતી. જોકે, પોલીસે 5 શખ્સોને ઝડપી તેઓની પાસેથી રૂ. 60,350 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી.

ઝડપાયેલા શખ્સોના નામ

(૧) શૈલેષભાઇ ભગવાનજી ઠાકોર રહે.વાઘરોળ તા.દાંતીવાડા 

(ર) જેઠુસીંગ વેલજી ઠાકોર

 (૩) રોહીતભાઇ ભમરાભાઇ ઓડ

(૪) ભરત મફાજી ઠાકોર 

(૫) વિષ્ણુસીંગ બળવંતસીંગ વાઘેલા

(તમામ રહે. મહાદેવીયા, તા.ડીસા)