અંબાજીમાં શનિવારે રાત્રિ દરમિયાન ધ્રાંગધ્રાવાળી ધર્મશાળામાં વિસનગરના 37 જુગારીયાઓ જુગાર રમતાં પોલીસનાં હાથે ઝડપાઈ ગયા હતા. અંબાજી પોલીસે તમામ જુગારીયાઓની અટકાયત કરી રોકડ, મોબાઈલ,જુદાજુદા વાહનો મળી કુલ રૂ 19.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અંબાજીની ધ્રાંગધ્રાવાળી ધર્મશાળામાં વિસનગરના યાત્રિકો શનિવારે રોકાયા હતા. દરમિયાન રુમમાં જૂગાર રમતાં હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળતા પોલીસે છાપો માર્યો હતો. જ્યાં 37 જુગારીયાઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે કુલ રૂ 19.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામ જુગારીયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પીઆઈ આર.બી.ગોહીલએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ સહિત અંબાજીમાં કાયદો વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરાયું છે.

ઝડપાયેલા જુગારીયાઓ

 (1) જૈમીનકુમાર ડાયાભાઈ પટેલ

 (2) ધવલભાઈ બીપીનભાઈ સથવારા

 (3) આકાશકુમાર દિનેશભાઈ પટેલ 

(4) અલ્કેશકુમાર સુરેશભાઈ પટેલ 

(5) રોમીનભાઈ પ્રહલાદભાઈ પટેલ 

(6) ગૌરાંગભાઈ અરવીંદભાઈ પટેલ 

(7) ઉમંગભાઈ જગદીશભાઈ પટેલ

(8) જયમીનભાઈ બીપીનભાઈ સથવારા

 (9) કનુભાઈ મફતલાલ પટેલ 

(10) વિપુલભાઈ સોમાભાઈ પટેલ

 (11) યશ દીલીપભાઈ પટેલ

 (12) જતીન ડાયાલાલ પટેલ

(13) અલ્પેશભાઈ બાબુલાલ પટેલ (તમામ રહે.સવાલા દરવાજા, ગંજી કાળકા માતાનું પરૂ, વિસનગર)

 (14) મહેશકુમાર રણછોડભાઈ પટેલ

 (15) વિપુલકુમાર કાંતીલાલ પટેલ 

(16) તસ્વીરકુમાર મુકેશભાઈ પટેલ

 (17) મુકેશભાઈ બાબુલાલ પટેલ 

(18) રમજાનખાન આબદીનખાન ખોખર

 (19) અજયકુમાર રમેશભાઈ પટેલ 

(20) સુરેશકુમાર મગનલાલ પટેલ (તમામ રહે.સવાલા દરવાજા,વિસનગર) 

(21) કરણભાઈ પરેશભાઈ પટેલ (રહે.આર્દશ નગર સોસાયટી, મોણારોડ, વિસનગર) 

(22) દેવકુમાર હરેશભાઈ પટેલ (રહે.રામનગર સોસાયટી,વિસનગર) 

(23) મયંકભાઈ મહેશભાઈ રાવલ (રહે.તિરુપતિ સોસાયટી, જી.ઈ.બી.ની સામે વિસનગર) 

(24) મોન્ટુભાઈ શીવાભાઈ પટેલ (રહે.ગજુભાઈ ચોક, દરબાર રોડ,વિસનગર) 

(25) આનંદકુમાર રમણલાલ પટેલ (રહે.કડા દરવાજા, વચલી શેરી,વિસનગર) 

(26) શૈલેષભાઈ સેધાભાઈ પટેલ (રહે.તિરુપતિ રોયલ સોસાયટી,વિસનગર)

 (27) રાહુલભાઈ નાથાલાલ પટેલ (રહે.તિરુપતિ રોયલ સોસાયટી,વિસનગર મહેસાણા) 

(28) મણીલાલ અંબાલાલ પટેલ (રહે.વિસનગર કન્યા શાળા પાસે,વિસનગર) 

(29) સુમીતકુમાર ગોવીંદભાઈ પટેલ (રહે.વિસનગર) (30) હરેશકુમાર રસીકલાલ પટેલ (રહે.વિસનગર) 

(31) હર્ષદભાઈ રમેશભાઈ પટેલ (રહે.સરસ્વતી સોસાયટી, વિસનગર) 

(32) કાંતીલાલ ભગવાનદાસ પટેલ (રહે.દિપડા દરવાજા, બેઠકનો માઠ,વિસનગર) (33) વિશાલભાઈ ભટવરભાઈ પટેલ (રહે.વિસનગર)

 (34) રવિકુમાર સુરેશભાઈ પટેલ (રહે.ગંજી દરબાર રોડ વિસનગર)

 (35) આકાશભાઈ શૈલેષભાઈ મોદી (રહે.ભવાની હાઉસિંગ વિસનગર) 

(36) દીનકરકુમાર પ્રફુલચંદ્ર સોમપુરા (રહે.પૂજા ટેનામેન્ટ આઈટીઆઈની સામે)

 (37) શૈલેષભાઈ બાબુલાલ પટેલ (રહે.ગંજી સથવારા શેરી, વિસનગર)