ધરમપુર ખાતે આ વર્ષે ગણપતિ અમૃત મહોત્સવ.
શ્રી ગણેશ યુવક મંડળ, લક્ષ્મી નારાયણ મંદિર, ધરમપુર ખાતે આ વર્ષે ગણપતિ અમૃત મહોત્સવ.
જયારે આ વિશે ધરમપુરના પહેલ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય ઋષિત મુસરાણી વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે,ધરમપુરમાં અમારા વડીલોએ સૌ પ્રથમ ગણપતિ બાપાની સ્થાપના કરી તે વાતનું અમને ગૌરવ છે.
લક્ષ્મીનારાયણ મંદિરના ગણપતિની વિશેષતા એ છે કે વર્ષોથી એક જ કુટુંબ એક સરખી માટીની મૂર્તિ બનાવે છે. અને હજુ પણ એ પરંપરા સચવાય રહી છે.
ત્યારના વડીલોએ હિસાબ અને પોસ્ટકાર્ડ હજુ સુધી સાચવી રાખ્યા છે. પપ્પાના કહેવા મુજબ વડીલો એક એક પાયનો હિસાબ રાખતા અને કરકસર પૂર્વક વસ્તુઓનો ઉપયોગ કરતાં. એક ટાંકણી મારી હોય તેને પણ સાચવીને કાઢીને ફરી ઉપયોગમાં લેતા. એક પણ રૂપિયાનો ખોટો ખર્ચો કરતાં નહી. મંડળના સભ્યો વડીલોને માન આપે અને તેઓના કહેવા મુજબ શિસ્તતાથી તમામ કાર્યક્રમો કરે.આજે પણ મંડળના બે વડીલો નક્કી કરે તે મુજબ તમામ વડીલો તેઓના આજ્ઞાનું પાલન કરે, આ વિચારો તમામ સભ્યો રજુ કરી શકે.
ત્યારે મનોરંજનના એટલા બધા સાધનો નહી એટલે વડીલો રોજ રાતના નાટક, ગરબા હરીફાઈ અને જાદુના ખેલ વગેરે કાર્યક્રમો પણ કરતાં.આ વખતે પણ ઘણા કાર્યક્રમોનું આયોજન કરેલ છે.
ભલે હાલે અમારા વડીલો અમારી સાથે હાજર નથી, પણ તેઓના આશીર્વાદ અમારી સાથે છે. જે વડીલો હાજર છે તેઓનું માર્ગદર્શન અને આશીર્વાદ અમને મળી રહે છે.