ભાવનગરના તળાજા આઇ. ટી. આઇ. ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની ઉજવણીનો આ કાર્યક્રમ મત્સ્યોદ્યોગ અને પશુપાલન રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મંત્રીએ ધ્વજવંદન કરી, સલામી ઝીલી, પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા અને પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ પણ જોડાયાં હતાં. ઉલ્લેખનીય છે કે મંત્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો હતો.
આ ઉજવણીમાં ટ્રાફિક પોલીસ, પુરૂષ હથીયારી પોલીસ ટુકડી, મહિલા હથીયારી પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી પુરુષ, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, પોલીસ બેન્ડ પ્લાટુન, એન.સી.સી. સિકસ બટાલિયન યુનિટ, સ્ટુડન્ટ પોલિસ કેડેટ્સ (એસ.પી.સી.) સહિત દી q q ટુકડીઓ દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.