ભારતને ગુલામ બનાવી દેનાર બ્રિટિશ કંપની ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ને ભારતીય ઉદ્યોગપતિએ ખરીદી લઈ વિશ્વને બતાવી દીધું કે સમય જરૂર બદલાય છે માત્ર સમયની રાહ જોવી પડે છે.

ભારતમાં બે સદીઓ સુધી આ કંપનીની સરકારનું શાસન રહ્યું હતું અને બ્રિટિશરોએ ખુબજ જુલમ ગુજાર્યો હતો આજ બ્રિટિશ કંપનીને ભારતીય મૂળના સંજીવ મહેતાએ 2010માં $15 મિલિયન એટલે કે 120 કરોડ રૂપિયામાં ખરીદી લઈ વિશ્વને બતાવી દીધું છે કે ભારતીયોની તાકાત શુ છે.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 17મી સદીની શરૂઆતમાં એટલે કે 1600ની આસપાસ ભારતમાં પગપેસારો કર્યો હતો અને આપણા દેશ પર વર્ષો સુધી એકધારું શાસન કર્યું.

1857 સુધી ભારત આ કંપનીના કબજામાં હતું.
ઈસ્ટ ઈન્ડિયા કંપની આમતો ભારતની પ્રથમ કંપની હતી પણ તે ભારતીય નહીં પણ બ્રિટિશ કંપની હતી. આ કંપનીએ ભારતને ગુલામીમાં જકડી લીધું હતું.

ભારતમાં પગ પેસારો કર્યા બાદ આ કંપનીએ ખેતીથી માંડીને ખાણકામ અને રેલવે સુધીનું તમામ કામ ઉપર કબ્જો કરી લીધો હતો અને
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાની શક્તિશાળી સેના બનાવી ભારતના કેટલાક હિસ્સા જીતવાનું શરૂ કર્યું હતું.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના 1600માં 31મી ડિસેમ્બરે થઈ હતી. આ કંપની બનાવવા પાછળનો એકમાત્ર હેતુ બ્રિટિશ સામ્રાજ્યવાદ અને વસાહતીકરણને પ્રોત્સાહન આપવાનો હતો.
બ્રિટિશ સામ્રાજ્યને વિશાળ બનાવવામાં આ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું સૌથી મહત્ત્વનું યોગદાન હતું.

કંપનીએ વ્યવસાયનો ઢાંગ રચી બાદમાં યુદ્ધ કરવાનો અધિકાર જેવા ઘણા વિશેષાધિકારો ઉભા કરી બ્રિટીશ સરકારને મજબૂત બનાવી હતી, કંપનીને આ અધિકાર બ્રિટિશ રાજ દ્વારા તેના વ્યાપારી હિતોના રક્ષણ માટે આપવામાં આવ્યો હતો. આ કારણોસર ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસે પણ પોતાની શક્તિશાળી સેના પણ હતી.

આ એ સમય હતો કે જ્યારે સ્પેન અને પોર્ટુગલ સામ્રાજ્યવાદ અને વેપાર માટે સ્પર્ધામાં હતા, પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાના ભારતમાં આગમન પછી યુરોપમાં મોટો બદલાવ આવ્યો.
વાસ્કો દ ગામા પોતાની સાથે જહાજોમાં ભારતીય મસાલા લઈ જતા હતા.

ભારતીય મસાલા યુરોપમાં ધૂમ મચાવતા હતા. વાસ્કો દ ગામાએ આ મસાલામાંથી અપાર સંપત્તિ મેળવી હતી. આ પછી, ભારતીય મસાલાની સુગંધ સમગ્ર યુરોપમાં ફેલાઈ ગઈ. ભારતની સમૃદ્ધિની વિશ્વમાં ચર્ચાનો વિષય બની હતી અને ભારત સોનાની ચીડિયા ગણાતું હતું,બસ આજ વાતે યુરોપિયન સામ્રાજ્યવાદી દેશો ભારત તરફ આકર્ષાયા હતા અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ આ કામ બ્રિટન વતી કર્યું હતું.

ભારતમાં, સર થોમસ રોએ મુઘલ સમ્રાટ પાસેથી ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે વેપાર કરવાનો અધિકાર મેળવ્યો હતો. કંપનીએ ભારતમાં કલકત્તા
થી બિઝનેસ શરૂ કર્યો અને બાદમાં ચેન્નાઈ-મુંબઈ જેવા નગરોમાં વર્ચસ્વ ઉભું કરી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સૌપ્રથમ ફ્રેન્ચ કંપની ‘ડેસ ઈન્ડેસ’ સાથે સ્પર્ધામાં ઉતરી હતી.
1764 એડીમાં બક્સરનું યુદ્ધ કંપની માટે નિર્ણાયક સાબિત થયું.
આ પછી કંપનીએ ધીમે ધીમે સમગ્ર ભારતમાં સત્તા સ્થાપિત કરી પણ
1857 ના વિદ્રોહ પછી, બ્રિટિશ સામ્રાજ્યએ કંપનીના હાથમાંથી ભારતનું શાસન છીનવી લીધું અને તેને પોતાના હાથમાં લીધું હતું.

આમ ભારતને ગુલામ બનાવનાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભારતીય મૂળના સંજીવ મહેતાએ 2010માં $15 મિલિયન એટલે કે 120 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.

ભારતને ગુલામ બનાવનાર આ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માલિક હવે ભારતીય મૂળના ઉદ્યોગપતિ સંજીવ મહેતા છે. મહેતાએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખરીદ્યા પછી તેને ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવ્યું. હાલમાં આ કંપની ચા, કોફી, ચોકલેટ વગેરે ઓનલાઈન વેચે છે.
આમ,કહેવત છે કે ‘સમય બળવાન છે નહીં મનુષ્ય બળવાન’ !!!