પાવીજેતપુર તાલુકા ની ભેંસાવહી હાઈસ્કૂલમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

          પાવીજેતપુર તાલુકા ની ભેંસાવહી હાઇસ્કુલ માં ૧૫મી ઓગષ્ટની ઉજવણી ના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. તેમજ શાળામાં દેશભક્તિમય વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 

           સમગ્ર દેશમાં હર ઘર તિરંગા ના ભાગરૂપે, તિરંગા યાત્રા તેમજ ઘેર ઘેર તિરંગા લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે પાવીજેતપુર નગરમાં પણ ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી જ્યારે પાવીજેતપુર તાલુકાની શાળાઓ તેમજ સરકારી કચેરીઓમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

            પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં આચાર્ય ડી.સી. કોલીના જણાવ્યા મુજબ બાળકોમાં દેશભક્તિના ગુણો વિકસે તે હેતુસર હાઈસ્કૂલમાં દેશભક્તિ ગીતોની સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં બાળકોઓ ભાગ લીધો હતો. સાથે સાથે તિરંગા યાત્રા ભેંસાવહી હાઈસ્કૂલ થી જૈન દેરાસર સુધી લઈ જવામાં આવી હતી. ગગનભેદી નારાઓ સાથે દેશભક્તિમય વાતાવરણ થઈ જવા પામ્યું હતું. 

          આમ, પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.