તળાજા પંથકમાં ઇલેક્ટ્રિક કરંટથી મૃત્યુ પામવાના બનાવો લાગલગાટ બને છે.જેમાં વાડી નજીક ડિયો બાંધવા જતા મણાર ગામના ખેત મજુર ને વીજકરંટ લાગતા સ્થળ પર જ મોતને ભેટયો હતો. બે બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવવાનો દુ:ખદ સમય આવ્યો છે.
ગઈકાલે ઠળિયા ગામે એક કિશોર ને પોતાના ઘરે જ ઈલેક્ટ્રિક શોક લાગતા મોત નિપજ્યા ના બીજાજ દિવસે અલંગના મણાર ગામના સોલંકી કિશોર મીઠાભાઈ (ઉ.વ.૩૪) નું આજે ઈ લેક્ટ્રિક શોક લાગવાથી મૃત્યુ થયું હતું.શોક લાગવાના કારણમાં હોસ્પિટલ પરથી હાલ એવું જાણવું મળ્યું છે કે વાડીએ કામ કરતા હતા ત્યારે કરંટ લાગ્યો હતો. મૃતકને તળાજા હોસ્પિટલએ ખસેડવામાં આવતા આવ્યાં હતાં