સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં પે સેન્ટર શાળા ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. 

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

   પે સેન્ટર શાળાના આચાર્ય દિપકભાઈ વિંઝુડા તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા જેમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રોએ સવારે ૭:૩૦ કલાકે પ્રભાતફેરી વિજપડી ગામમાં કાઢવામાં આવી હતી. 

ત્યારબાદ શાળાના પટાંગણમાં સવારે ૯:૦૦ કલાકે વિજપડી ગામના સરપંચ શ્રી ભરતભાઈ ગીગૈયા ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૫મી ઓગસ્ટ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ નિમત્તે દેશમાં આઝાદીના ૭૫ વર્ષ પૂરા થયા તે માટે આઝાદી અમૃત મહોત્સવમાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ તથા આગેવાનો, વડીલો, યુવા મિત્રો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહી શાળાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.    

  રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા