કાલોલ નગરપાલિકા દ્વારા બનાવેલ સીસી રોડ હોય કે ડામર રોડ હલકી કક્ષાનુ મટીરીયલ વાપરીને મોટી કટકી કરીને બનાવેલા રોડ માત્ર એકાદ બે મહિનામા જ કપચી દેખાય રહી છે અને ખાસ કરીને નવાપુરા પાછલા રોડ તેમજ સ્ટેશન રોડ ઉપર તકલાદી રોડ ફરીથી બનાવ્યો તેમા પણ વેઠ ઉતાર કામગીરી કરાઈ છે આજ રોજ બપોરનાં સુમારે ગુજરતી શાળા નજીક એક વેક્યુમ ટેન્કર રોડ ઉપર ફસાઈ ગયુ હતુ અને ટેન્કર ના પૈડા તકલાદી રોડ મા ખુપી ગયા હતા સીસી રોડ મા સિમેન્ટ ઓછો વાપરવાથી અને ડામર રોડ મા નહિવત ડામર વાપરવાને કારણે કાલોલ ના રોડ રસ્તા બે ત્રણ માસ મા તુટી જાય છે અને પહેલા વરસાદ માજ ખખડધજ બની જાય છે. સરકાર દ્વારા મોટી રકમ ની ગ્રાન્ટ પ્રજા માટે સારા રસ્તા બનાવવા માટે આપવામા આવે છે ત્યારે કોન્ટ્રાકટર અને વહીવટકર્તા મીલીભગત કરી ખાયકી કરી હલકી ગુણવત્તાના રસ્તાઓ બનાવતા છેવટે પ્રજાને હેરાન થવાનુ થાય છે. કાલોલ નગરપાલિકા દ્વારા ગુજરતી શાળા નજીક બનાવેલો આ રસ્તા ની ગુણવતા નુ સર્ટીફીકેટ કોણે આપ્યુ તે પણ મોટો પ્રશ્ન છે.