સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર ખાતે ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
15મી ઓગસ્ટનો દિન એક ઐતિહાસિક જીવન દિન છે, જે દરેક ભારતીય માટે ગૌરવ સમાન છે. ક્ષણ લઈને આવવા જઈ રહ્યો છે. આ દિવસે દેશભરમાં આપણી આઝાદીનો અમૃત મહોત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરેક ભારતીયના ઘર ઉપર લાગેલા ભારતની આન-બાન-શાન સમાન તિરંગાએ સમગ્ર વિશ્વ ફલક પર આપણને ગૌરવ અપાવ્યુ છે.
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આ સ્વાતંત્ર્ય પર્વની શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી અશ્વિનીજી શર્મા ના વરદ હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિત ગીતો,દેશદાઝના વક્તવ્યો,દેશભકિત નૃત્યો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતાં.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર ના ઉત્સાહી પ્રમુખ રમેશભાઇ પટેલ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના આચાર્યો અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે મંડળના તમામ પદાધિકારીઓ,બાળકો સહિત વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.