ડીસા દક્ષિણ પોલીસે શુક્રવારે રાત્રે બાતમીના આધારે ડીસા માર્કેટયાર્ડમાં આવેલ પેઢી નં.-277 ના ભોયતળીયે આવેલ મકાનનો દરવાજો અંદરથી બંધ કરી જુગાર રમતા 9 જુગારીઓને રૂ.10.26 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા દક્ષિણ પોલીસને શુક્રવારે રાત્રે બાતમી મળી હતી કે, ડીસા માર્કેટયાર્ડમાં આવેલ પેઢી નં.-277 ના ભોયતળીયે આવેલ મકાનનો દરવાજો અંદરથી બંધ કરી જુગારીયાઓ જુગાર રમી રહ્યા છે. ત્યારે પોલીસે રેડ કરતા પેઢી નંબર-277 ના મકાનનો દરવાજો અંદરથી બંધ હતો.
પોલીસે દરવાજો ખખડાવતા દિનેશભાઈ લક્ષ્મણભાઈ પટેલે (રહે. ચમનપુરા,તા.દિયોદર) દરવાજો ખોલતા પોલીસ દ્વારા તેને પકડી મકાનની અંદર તપાસ કરતા બીજા જુગારીયાઓ ગોળ કુંડાળુવાળી ગંજીપાનાનો જુગાર રમતા હતા. પોલીસે તમામને પકડી રૂપિયા 60,870 રોકડ તથા રૂપિયા 9,25,000 નાં પાંચ વાહનો સહિત રૂ.10,26,870 નો મુદ્દામાલ કબજે કરી આગળની હાથ ધરી હતી.
પકડાયેલ આરોપી
1. દિનેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ (રહે.ચમનપુર, તા.દિયોદર)
2. કાંતિભાઈ મુકેશભાઈ માળી (રહે.વડીયા)
3. નારણભાઈ હેમતાજી માળી (રહે.આકાશવિલા,ડીસા)
4. પ્રતિકભાઈ કનકભાઈ જોષી (ડીસા)
5. ડુગરાભાઈ માનાજી રાજપુત (રહે,ગણતા,તા.લાખણી)
6. મેદારામ દાનાજી ચૌધરી (રહે.રાણીવાડા, સાંચોર, હાલ રહે.માર્કેટયાર્ડ.ડીસા)
7. કમલેશકુમાર પરસોત્તમભાઈ જોષી (રહે.રાનેર,તા.કાંકરેજ)
8. પ્રકાશભાઈ સવરમભાઈ જોષી (રહે.ડીસા માર્કેટયાર્ડ, મૂળ શક્તિનગર સોસાયટી,દિયોદર)
9. પ્રતિકભાઇ મહેન્દ્રભાઈ પટેલ (રહે.ડીસાની કૃષ્ણનગર સોસાયટી, મુળ ચંડીસર,તા.પાલનપુર)