અકસ્માતમાં બાઈક સવારનો હાથ છુટો પડી રસ્તા પર પડ્યો...બાઈક સવારનું મોત
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના નૂરપુર કેનાલ પાસે બાઈક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઈક સવારનો હાથ શરીરથી છુટો પડી રસ્તા પડ્યો હતો મળતી વિગતો અનુસાર વિરપુર થી બાલાસિનોર હાઈવે પરના નૂરલુર કેનાલ પાસે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલી હદે ભયંકર હતો કે જેમાં બાઈક સવારનો હાથ શરીરથી છુટો પડી રસ્તા પર ફંગોળાઈ પડ્યો હતો વિરપુર થી બાલાસિનોર તરફ જી.જે ૧૬ એ.યું ૫૦૯૬ નંબર નું દૂધ ટેન્કર પૂરપાટ ઝડપે બાલાસિનોર તરફ જઈ રહ્યું હતું તે સમયે નૂરપુર કેનાલ પાસે સામે થી આવતા જી.જે ૩૫ કે ૭૨૫૪ બાઈક સવારને ધડાકાભેર અથડાતા બાઈક સવાર ટેન્કરના પાછળના ભાગે આવી જતા બાઈક સવારને શરીરના ભાગે થી જમણો હાથ છૂટો પડી જવા પામ્યો હતો અને બાઈક સવાર સ્થળ પર જ બેભાન થવા પામ્યો હતો બાઈક સવાર રાહુલકુમાર લાલાભાઈ ભોઈ ઉંમર ૨૮ ખાનપુર તાલુકાના લીમડીયાનો હોવાનું બહાર આવ્યું છે આ અકસ્માત ની જાણ આસપાસના લોકોને થતા ગામ લોકોના ટોડે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે બનાવની જાણ વીરપુર પોલીસ અને ૧૦૮ ને કરતા તાબડતોબ વીરપુર પોલીસ સાથે એમ્બ્યુલન્સ દોડી આવી હતી બાઈક સવારને પ્રાથમિક સારવાર આપી લુણાવાડા ખસેડવામાં આવ્યો હતો જોકે બાઈક સવારના પરીવારજનો હોસ્પિટલ દોડી આવતા વધુ સારવાર માટે મોડાસા ખસેડવામાં આવ્યો હતો પરંતુ તબીબી દ્વારા બાઈક સવારને મૃત જાહેર કર્યો હતો...