તળાજા આજે તારીખ 10 ઓગસ્ટ 2022ના રોજ પીપરલા પ્રાથમિક શાળા માં વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને સિંહ દિવસની અગત્યતા સમજાવવામાં આવી. સિંહ વિશેની માહિતી આપવામાં આવી .ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓને સિંહના મહોરા પહેરાવીને રેલી સ્વરૂપે વન્ય પ્રાણીઓનો રક્ષણ તેમજ સિંહ બચાવોના નારા સાથે વિશાળ રેલીનુ આયોજન કરવામાં આવ્યું. સાથે દેશભક્તિના અને હર ઘર તિરંગાના નારાઓના નાદ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ એશિયાઈ સિંહોના સંરક્ષણ માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.

    શાળામાં ત્યારબાદ બાળકોએ ગીર વિશેની તેમજ સિંહ વિશેની પોતાની વાતો અને અનુભવો રજૂ કર્યા. આચાર્ય નરેશભાઇ પંડ્યા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા માટે આ વિસ્તારનાં તાલુકા પંચાયત સભ્ય લલ્લુભાઈ લાધવા હાજર રહીને સફળતાપૂર્વક કાર્યક્રમ કર્યો. તેમજ આ કાર્યક્રમ સંચાલન વામનભાઈ પંડ્યા અને જીતુભાઈ બારૈયાએ માર્ગદર્શન હેઠળ કરાયુ હતું તેમજ શાળા પરિવારે સારો સહકાર આપ્યો હતો.