પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, કલેકટરશ્રી યોગેશ નિરગુડે તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
દાહોદ બસ સ્ટેશનથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરની ઓળખ સમા સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે આવી પૂર્ણ થઇ
દાહોદ : દાહોદ જિલ્લામાં આવનાર ૧૫ મી ઓગસ્ટને ધ્યાને રાખીને જિલ્લા કલેકટરશ્રી યોગશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ તેમજ મઁત્રીશ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.સ્ટેજ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) પ્રસ્થાન કરાવ્યું હતું. શરણાઈ, ઢોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશ ભક્તિ ગીતના સૂરો રેલાવતા વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત કરી હતી. તિરંગા યાત્રા દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલાવતા જઈને દેશ ભક્તિ ગીતો સાથે રેલીમાં કદમ સાથે કદમ મિલાવતા જઈને રેલીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. તમામના હાથમા તિરંગો તેમજ હોઠે દેશ ભક્તિના નારા સાથે વાતાવરણ જાણે દેશભક્તિમય બની ગયું હતું. જેને કારણે જાણે રસ્તા પણ જીવંત થઇ ગયા હતા. જેમાં બુરહાની ગાર્ડ્સ દ્વારા દેશ ભક્તિના ગીતો સ્પેશ્યલ બેન્ડ ટીમ દ્વારા વગાડવામાં આવ્યા હતા.
રેલીમાં એન.સી.સી. કેડેટ્સ તેમજ પોલીસ વિભાગે નોંધનીય હાજરી આપી હતી. રેલી દરમ્યાન રસ્તામાં પોલીસ વિભાગ દ્વારા રેલીમાં ભાગ લેનાર માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. દાહોદના હાર્દ તેમજ ઓળખ સમા સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે આવી રાષ્ટ્રગીત વડે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રા દરમ્યાન ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્યશ્રી મહેન્દ્ર ભાભોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદારશ્રી સ્મિત લોઢા, , નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, નાયબ વન સંરક્ષકશ્રી અમિત નાયક, ડી. આર. ડી. એ. નિયામકશ્રી બી. એમ. પટેલ પ્રાંત અધિકારીશ્રી નિલાંજસા રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભંડારી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દામા, નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલ વાઘેલા, નાયબ પશુપાલન નિયામક શ્રી ડો કમલેશ ગોસાઇ ,જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા,જિલ્લા પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી , પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશોક પટેલીયા, જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુર વાલા, નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ તેમજ સંબંધિત અન્ય તમામ અધિકારીશ્રીઓ સહિત શાળાઓના વિદ્યાર્થીઓએ તેમજ નગરજનોએ ભાગ લીધો હતો.