ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકામાં આવેલ કાલસર ગ્રામ પંચાયત ફરી આવી વિવાદમાં ! 

માજી સરપંચ મલેક યાસીન મિયાં અબ્દુલમિયાં દ્વારા કરવામાં આવ્યા આક્ષેપ !

ત્રણ સ્થળના ગ્રાન્ટના 5,57,161 રૂપિયા 2021,2022,2023માં આવેલ ગ્રાન્ટ પણ જો વાત કરવામાં આવે તો જગ્યાઓ ઉપર કામ કરવામાં આવ્યું નથી અને આવેલ ગ્રાન્ટના નાણા પચાવી પાડેલ છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે !.

ત્રણ સ્થળો પર બિલકુલ કામગીરી કરવામાં આવી નથી તેને લઈને લઈને કાલસર ના માજી સરપંચ દ્વારા મુખ્યમંત્રી ગાંધીનગર, વિકાસ કમિશનર ગાંધીનગર , કલેકટર ખેડા -નડિયાદ,ચીફ વિજિલન્સ ગાંધીનગર, જિલ્લા વિકાસ અધિકારી નડિયાદ, તાલુકા વિકાસ અધિકારી ઠાસર સહિત અનેક જગ્યાઓ ઉપર લેખિત તેમજ મૌખિક રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને યાસીન મિયા મલેક દ્વારા હાઇકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે .

રિપોર્ટર : અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.