આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સુરેન્દ્રનગર ખાતે રૂ. 6.25 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત બસ સ્ટેશનનુ લોકાર્પણ કરાયુ હતુ. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ તકતી અનાવરણ કરી નવનિર્મિત એસટી બસ સ્ટેશનના પરિસરની મુલાકાત લઈને મુસાફરો માટે ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, અગ્રણી સર્વ હિતેન્દ્રસિંહ ચૌહાણ, વર્ષાબેન દોશી, બંદરો અને વાહન વ્યવહાર નિગમના અધિક મુખ્ય સચિવ એમ. કે.દાસ, વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક એમ. એ. ગાંધી, વાહન વ્યવહાર નિગમના સચિવ રવિ નિર્મલ, જિલ્લા કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, નિગમના મુખ્ય બાંધકામ ઇજનેર પી.એમ.પટેલ, વિભાગીય નિયામક જે.બી કલોતરા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.