માંગરોળ ની કામનાથ નદીમાં પૂર આવતાં સ્થાનિકો બે હાલ


માંગરોળ શહેર થી નજીક કામનાથ પાસે નોળી નદીમાં પૂર આવતાં સામે કાંઠે રહેનારા સાત થી આઠ ગામના લોકો માંગરોળ ના સંપર્ક થી વિહોણા થતાં મુશ્કેલી મા મુકાયા હતા.


સ્થાનિક લોકોએ તંત્ર અને ધારાસભ્ય વિરુદ્ધ નારાબાજી કરી


માંગરોળ ઘરવખરી નો સામાન લેવા આવનાર જનાર તથા દવાખાને જનાર દર્દીઓ રઝડી પડ્યા હતા. ઘણાં વર્ષો પહેલાં આ નદી ઉપર બેઠો પૂલ બનાવવા મા આવેલ છે. પરંતુ સાવ નીચો બનાવવામા આવેલ હોવાથી ઉપરવાસમાં વરસાદ પડે અને સામાન્ય પૂર આવે તો પણ પૂલની ઉપરથી પાણી વહેવા લાગે છે. જેથી નદીના સામે કાંઠે રહેનારા સાત થી આઠ ગામના લોકો માંગરોળ ના સંપર્ક થી વિહોણા થઈ જાય છે.સ્થાનિક લોકોએ અનેક વાર મૌખિક અને લેખિત રજુઆતો કરેલી હોવા છતાં રાજકીય નેતાઓના અને તંત્ર ના પેટનું પાણી પણ નથી હલતું. 


આજરોજ પણ આવીજ હાલત સર્જાતાં સ્થાનિક લોકો સામે કાંઠે એકઠા થયા હતા અને શેખપૂર ગામના રહીશ ફારુકભાઈ ભટ્ટી એ લોકો સાથે રહી સ્થળ ઉપરજ વિડીયો બનાવી રોષ ઠાલવતાં તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય તેમજ મત ભાગવા આવતા આગેવાનો ઉપર આકરા પ્રહારો કરી ને આ નોળી નદી નો પૂલ તાત્કાલિક ઉંચો લઈ અને ચોમાસામાં પણ લોકો અવરજવર કરી શકે તે માટે કામ કરવા માંગ કરી હતી.