આજ રોજ શ્રી કરલા પ્રાથમિક શાળા તથા કરલા સરકારી માધ્યમિક સંયુક્ત ઉપક્રમે ૭૬માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી.
જેના ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રોએ સવારે ૭:૦૦ કલાકે પ્રભાતફેરી કરલા ગામમાં કાઢવામાં આવી હતી.
ત્યારબાદ શાળાના પટાંગણમાં સવારે ૮:૦૦ કલાકે ગામના સામાજિક કાર્યકર એવા હરિયાણી રાધેશ્યામ બાપુના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૫મી ઓગસ્ટ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમત્તે દેશમાં આઝાદીના ૭૫ વર્ષ પૂરા થયા તે માટે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કરલા પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના આગેવાનો, વડીલો, યુવા મિત્રો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહી શાળાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્યશ્રી એ ૧૫મી ઓગસ્ટ આઝાદી કા અમૃત મહોત્સવ અંગે વ્યક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ માધ્યમિક શાળાના આચાર્યશ્રીએ સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ સમજાવ્યું હતું. આમ આ વર્ષના આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે બાબતોને ગ્રામજનોને સમજાવી એ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના બાળકો તથા શિક્ષકમિત્રોએ ખૂબ જહેમત ઊઠાવી હતી. તમામનો બંને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર.
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા