ગઇ કાલ તા .૧૪ / ૦૮ / ૨૦૨૨ ના કલાક ૧૧/૩૦ વાગ્યે રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતેથી કમલ એન્ટપ્રાઇઝ નામની ફેકટરીના માલીક શબ્બીરભાઇ ફજલેઅબ્બાસ તેલવાલાના દિકરા અદનાન ઉ.વ .૨૫, વાળાનું અપહરણ કરવા પૂર્વયોજીત કાવતરૂ રચી . આરોપી નઇમ તથા અમીન નામના તથા તેની સાથેના બીજા અજાણ્યા આરોપીઓએ અદનાનનું અપહરણ કરી , તેને છોડી મુકવા પંદર કરોડ રૂપિયાની માંગણી કરી , રૂપિયા નહીં આપે તો અદનાનને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય , જે અંગે અદનાનના પિતા શબ્બીરભાઇ ફજલેઅબ્બાસ તેલવાલા , ઉ.વ .૫૩ , રહે.રાજકોટ , કસ્તુરબા રોડ , ધ ગ્રાન્ડ ઠાકર હોટલ પાછળ વાળાએ ફરીયાદ જાહેર કરતા રાજકોટ ગ્રામ્ય , શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૨૧૩૦૯૧૨૨૦૭૧૧ / ૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૩૬૪ એ , ૧૨૦ બી મુજબ ગુનો દાખલ થયેલ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઉપરોકત ગંભિર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અમરેલી જિલ્લાના રાજુલાના રહેવાસી હોવાનું અને રાજકોટના સરહદી જિલ્લાઓને આરોપીઓની તપાસમાં મદદ કરવા જણાવેલ હોય , જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ઉપરોકત ગંભિર બનાવ સંબધે અપહરણકર્તાઓ તથા અપહ્યત વ્યકિત બાબતે તપાસમાં રહેવા ભાવનગર રેન્જના જિલ્લાઓને સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં આરોપીઓની તપાસ કરવા , તેમજ અપહ્યત વ્યક્તિને સહી - સલામત છોડાવવા ખાસ સુચના અને માર્ગદર્શન આપી , રેપીડ એક્શન પ્લાન તૈયાર કરેલ હોય જેમાં શ્રી કે . જે . ચૌધરી , નાયબ પોલીસ અધિક્ષક , સાવરકુંડલા વિભાગ નાઓની અધ્યક્ષતામાં અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા અમરેલી એસ ઓ જી . પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી. લક્ક તથા રાજુલા પો.ઇન્સ શ્રી એ . એમ . દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. એસ.ઓ.જી. તથા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ અને અપહ્યત વ્યક્તિ અંગે સઘન તપાસ હાથ ધરી , અપહરણકારોને ગુન્હામાં વપરાયેલ ફોરવ્હીલ કાર સાથે સાવરકુંડલા - રાજુલા હાઇવે રોડ ઉપરથી પકડી પાડી , અપહરણ થયેલ વ્યક્તિને સહી સલામત છોડાવેલ છે . આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય , ગોંડલ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઝાલા સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પો.સ.ઇ. શ્રી રાણા તથા શાપર વેરાવળ પો.સ્ટે . પો.સ.ઇ. શ્રી ગોહિલ પણ જોડાયેલ હતા . પકડાયેલ આરોપી ( ૧ ) નઈમ ઉસ્માનભાઇ કનોજીયા , ઉ.વ .૨૪ , રહે.રાજુલા , ગાયત્રી મંદિર પાસે , કુંભારવાડા , તા.રાજુલા , જિ.અમરેલી, ( ૨ ) અમીન રસુલભાઇ મધરા , ઉં.વ .૨૬ , રહે.રાજુલા , તવક્કલનગર , તા.રાજુલા , જિ.અમરેલી, ( ૩ ) અબ્દુલ તપાસીભાઇ બુકેરા , ઉ.વ ૨૪ , રહે . રાજુલા , તવક્કલનગર , તા.રાજુલા , જિ.અમરેલી . ( ૪ ) હમીદભાઇ કાદરભાઇ જાખરા , ઉ.વ ૨૫ , રહે.રાજુલા , કુંભારવાડા , તા.રાજુલા , જિ.અમરેલી, અમરેલી જિલ્લા પોલીસે ભોગ બનનાર અદનાન શબ્બીરભાઇ તેલવાલાને શોધી કાઢી , તેમને સહી સલામત છોડાવેલ છે . અને ઉપરોક્ત આરોપીઓને પકડી પાડી , રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપી આપેલ છે . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી કે , જે , ચૌધરી , નાયબ પોલીસ અધિક્ષક , સાવરકુંડલા વિભાગ તથા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા અમરેલી એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સશ્રી પી.બી. લક્કડ તથા રાજુલા પો.ઇન્સ શ્રી એ . એમ દેસાઇ દ્વારા કરવામાં આવેલ છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.