~આ ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ્સ ડે નિમિત્તે 50થી વધુ બાળકો સાથે નિકટૂન્સે તેમના બેસ્ટ ફ્રેન્ડ્સ માટે ઉત્‌તમ ભેટો બનાવીને અને ફ્રેન્ડશિપનું મહત્ત્વ શીખીને આ દિવસને વધુ વિશેષ બનાવ્યો 
અમદાવાદ, 4થી ઓગસ્ટ, 2024: ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે આપણું જીવન સમૃદ્ધ બનાવતા જોડાણના મહત્ત્વને અધોરેખિત કરીને આપણું હાસ્ય વધુ રોચક અને આપણું સ્મિત વધુ ઉજ્જવળ બનાવે છે. આ વર્ષે નિક દ્વારા અસાધારણ રીતે આ જોશને વધુ બુલંદ બનાવવામાં આવ્યો હતો, કારણ કે વહાલી જોડી ચીકુ અને બંટીએ અમદાવાદમાં શ્રમદ રાજચંદ્ર ડિવાઈસ ટચ સ્કૂલની મુલાકાત લીધી હતી. બાળકો તેમનાં ફેવરીટ નિકટૂન્સને મળવા રોમાંચિત હતા અને ફ્રેન્ડશિપની ખૂબીઓની ઉજવણી કરવા માટે તૈયાર કરાયેલી ઘણી બધી રોચક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિઓએ બેસુમાર ખુશી આપવા સાથે મૈત્રીનાં મૂલ્યોને વધુ મજબૂત બનાવીને સંકળાયેલા દરેક માટે દિવસ ખરા અર્થમાં યાદગાર બનાવી દીધો હતો.

 આ કાર્યક્રમ રંગારંગ હતો, જેમાં ચીકુ અને બંટીએ બાળકો માટે તેમના સપનાના ફ્રેન્ડ્સ બેન્ડ્સ બનાવ્યા હતા, તેમના બીએફએફ માટે હૃદયસ્પર્શી ફ્રેન્ડશિપ કાર્ડસ તૈયાર કર્યાં હતાં, સરપ્રાઈઝ એક્ટિવિટી શીટ્સ એકત્ર ભરી હતી અને મોજીલા વાર્તાકથન સત્રમાં પણ સંકળાયા હતા. આ પ્રવૃત્તિઓ બાળકોને તેમના બેસ્ટ ફ્રેન્ડ્સને ઉત્તમ ભેટ આપવા પ્રોત્સાહન આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરાઈ હતી, જે ભેટમાં તેમના પ્રેમ અને સરાહનાના હસ્તબનાવટના ટોકનનો સમાવેશ થતો હતો.

વાયાકોમ18ના માર્કેટિંગ, કિડ્સ ટીવી નેટવર્કના હેડ સોનાલી ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે,      "ચીકુ અને બંટીએ દેશભરના બાળકોના મનને સ્પર્શ કર્યો છે તે જોઈને ભારે રોમાંચની લાગણી થાય છે. નિક ખાતે અમે માનીએ છીએ કે મોજમસ્તી અને શીખવાનું હાથોહાથ ચાલે છે અને અમે પ્રેરણા અને મનોરંજન આપતા અવસરો નિર્માણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અમારો ધ્યેય બાળકોમાં ક્રિયાત્મકતા, ખુશી અને મજબૂત જોડાણ પોષવા માટે મનોરંજનની પાર વિસ્તરે છે. શ્રીમદ રાજચંદ્ર ડિવાઈન ટચ સ્કૂલ સાથે ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ્સ ડેની ઉજવણી હૃદયસ્પર્શી અનુભવ હતો, જ્યાં દરેક અવસર આનંદિત અને સમૃદ્ધ પણ હતો. "

"શ્રીમદ રાજચંદ્ર ડિવાઈન ટચ ખાતે અમે સહભાગી અને રોચક ફોર્મેટ્સ થકી મૂલ્યો પ્રદાન કરીને હેતુ પ્રેરિત નાગરિકોનો વૈશ્વિક સમુદાય નિર્માણ કરવા કટિબદ્ધ છીએ. અમારો અભિગમ શીખવાનું મનોરંજક, પ્રભાવશાળી બનાવવાનું છે અને તેથી યુવા બાળકો આસાનીથી હળીભળી જાય છે. અમે માનીએ છીએ કે દરેક બાળક ભીતરમાં સારપ ધરાવે છે. અમારી ભૂમિકા આ સંભાવનાને પોષવામાં અને દરેક બાળકો ખીલે તેવું વાતાવરણ નિર્માણ કરવા મદદરૂપ થવાની છે. આ ફ્રેન્ડશિપ્સ ડે પર અમે અમારા ધ્યેયને મોજમસ્તી અને યાદગાર પ્રવૃત્તિઓ સાથે જોડીન
ફ્રેન્ડશિપના વિશેષ જોડાણની ઉજવણી કરવા માટે નિક સાથે હાથ મેળવવા ભારે રોમાંચિત છીએ," એમ શ્રીમદ રાજચંદ્ર ડિવાઈન ટચના ટ્રસ્ટી સપના શ્રોફે જણાવ્યું હતું.

વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના માર્ગદર્શનથી પ્રેરિત અને સ્થાપિત શ્રીમદ રાજચંદ્ર ડિવાઈસ ટચ મૂલ્ય શિક્ષણ અને જીવન કુશળતા થકી હેતુપ્રેરિત નાગરિકોનો વૈશ્વિક સમુદાય નિર્માણ કરી રહી છે. છેલ્લા બે દાયકામાં શ્રીમદ રાજચંદ્ર ડિવાઈન ટચ 252 વૈશ્વિક કેન્દ્રોમાં બાળકો અને યુવા પુખ્તોને પારંપરિક અભ્યાસની પાર મૂલ્યોનું સિંચન કરવા અને તેમને સશક્ત બનાવવા માટે કટિબદ્ધ છે.

નિક ઈકોસિસ્ટમ ખરા અર્થમાં બાળકોની બેસ્ટ ફ્રેન્ડ છે. વર્ષોનાં વહાણાં વીતવા સાથે આ શો અને પાત્રો તેમના યુવા દર્શકોમાં ફેવરીટ્સ બનીને ઊંડાણથી જોડાણ બનાવ્યું છે. નિકની આવા સહભાગી અને અર્થપૂર્ણ રીતે ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ્સ ડે ઊજવવા પહેલે સહભાગી દરેક માટે દિવસ યાદગાર બનાવી દીધો હતો.