રાજ્ય સરકારે પોલીસ વિભાગ માટે ગ્રેડ પે માટે કરેલી જાહેરાત બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યુ કે, સરકારે માત્ર પડીકું આપ્યું છે અને આતો માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત થઈ હોય તેવું જણાય છે. પોલીસે પોતાના ગ્રેડ પેની માંગણી કરી હતી. રજા પગારની માંગણી કરી હતી. આતો માત્ર 550 કરોડની આંકડાની જાહેરાત કરવામાં આવી છે. આખા વર્ષનો પગારની વાત કરીને એક ભ્રમ ઉભો કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવીનો પોતાનો પગાર 18 લાખ રૂપિયા છે તો પોલીસ કર્મચારીને ઓછામાં ઓછા આઠ લાખ કેમ ન મળવા જોઈએ.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

જ્યારે કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગુજરાત પોલીસના પગાર વધારા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પ્રજા તેની સુરક્ષાની જવાબદારી જેમની ઉપર છે તે પોલીસને સરકારે લોલીપોપ આપ્યો છે. પોલીસ કર્મચારીઓની મુખ્ય માંગણી ગ્રેડ પે વધારાની હતી. ગુજરાત કરતાં ગરીબ રાજ્યોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે સૌથી વધારે છે. અન્ય રાજ્યોમાં પોલીસના ગ્રેડ પે 2800 રૂપિયા છે. જ્યારે ગુજરાતમાં 1800 રૂપિયા છે.

પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પોલીસનો ગ્રેડ પે 4600 કરવામાં આવ્યો હતો.
વર્તમાન ભાજપ સરકાર દ્વારા આ ગ્રેડ પેમાં વધારો નહીં કરવામાં આવે, તો કોંગ્રેસની સરકાર ખાતરી આપે છે કે અમારી સરકાર બનશે તો ગુજરાત પોલીસના ગ્રેડ પેમાં વધારો કરીશું. 4200 ગ્રેડ પે જે આપવાનો છે તે છે તેના કરતાં પણ વધારે પંજાબમાં કોંગ્રેસ સરકારે દેશમાં સૌથી વધુ 4600 જેટલો ગ્રેડ પે આપ્યો હતો, તેટલો આપીશું.
આમ,પોલીસ ગ્રેડ પે મામલે રાજકારણ ગરમાયુ છે.