સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ*
*તા-૦૧-૦૧- ૨૦૨૨થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે*
*પ્રથમ હપ્તો ઑગસ્ટ-૨૦૨૨ બીજો હપ્તો સેપ્ટેમ્બર-૨૦૨૨ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે*
------------
*ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે*
*આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે*
*મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે*
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે*
*તદઅનુસાર ,જાન્યુઆરી થી માર્ચ ના તફાવતની રકમનો પ્રથમ હપ્તો ઑગસ્ટ ૨૦૨૨ના પગાર સાથે તેમજ એપ્રિલ થી જૂન ના તફાવતની રકમ સેપ્ટેમ્બર ૨૦૨૨ ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકોટબર-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે*
. *મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૧૪૦૦ કરોડનું નાણાકીય ભારણ વધશે*
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી