પાવીજેતપુર તાલુકા ની ભેંસાવહી હાઈસ્કૂલમાં પવનના સુસ્વાટા સાથે વરસાદ આવતા ગેટ ઉપર જ વૃક્ષ ધરાશાયી આખી શાળાનો રસ્તો બંધ

           પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઇસ્કુલ ના દરવાજા ઉપર પવનના સૂસવાટા સાથે વરસાદ આવતા વૃક્ષ ધારાશાયી થઈ જતા, આખી શાળા માટે રસ્તો બંધ થઈ ગયો હતો. જેસીબી લાવી મહામુશિબતે વૃક્ષ ખસેડતા રસ્તો ચાલુ થયો હતો. 

          છેલ્લા કેટલાક દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં મેઘો મન મૂકી વરસ્યો ન હોય પરંતુ આજ રોજ બપોર બાદ એકાએક વાદળો ઘેરાય પવનનો સુસ્વાટા સાથે જોરદાર વરસાદની શરૂઆત થઈ જવા પામી હતી. પવનના સુસ્વાટા સાથે વરસાદ આવતા પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઇસ્કુલ ના દરવાજા નજીક એક સાગનું મોટું વૃક્ષ હોય જે પવનના સૂસવાટા સાથે દરવાજા ઉપર જ ધરાશાયી થઈ જતાં આખી શાળા નો રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. વીજળીના લાઈવ વાયરો પણ તૂટી ગયા હતા સ્વાભાવિક રીતે દરવાજા ઉપર જ વૃક્ષ પડતાં આખી શાળા માટેનું રસ્તો બંધ થઈ ગયો હતો તાત્કાલિક શાળાના પટાવાળા નો પુત્ર દિપક જીસીબી લાવી વૃક્ષને ખસેડતા મહામુસીબતે વૃક્ષને ખસેડતા દરવાજો ખુલ્લો થયો હતો અને શાળાના બાળકો તેમજ શાળામાં શિક્ષકો બહાર જઈ શક્યા હતા. 

           આમ, પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી હાઈસ્કૂલમાં એકા એક પવન સૂસવાટા સાથે વરસાદ આવતા એક સાગનું વૃક્ષ શાળાના દરવાજા ઉપર પડતા આખી શાળાને રસ્તો બંધ થઈ ગયો હતો. તાત્કાલિક જીસીબી લાવવી પડેલા વૃક્ષની ખસેડતા દરવાજો ખુલ્લો થયો હતો.