રાષ્ટ્ર ભાવનાથી રંગાયો ભાવનગર જિલ્લો વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા યોજાઇ આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત લોકોમાં પ્રવર્તતો ભારે ઉત્સાહ સમગ્ર ભાવનગર જિલ્લો આઝાદીના 75 વર્ષની ઉજવણી ભાગરૂપે રાષ્ટ્રભાવનાથી તરબોળ બન્યો છે.જિલ્લામાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં હજારો લોકો સ્વયંભુ જોડાયા હતા.ઠેકઠેકાણે તિરંગો શાનથી લહેરાવા લાગ્યો છે. સિહોર સિહોર નગરપાલિકા કચેરી ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર જિલ્લા કોગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સિહોર નગરપાલિકા કચેરીથી વડલાચોક થઈને સિહોરની મુખ્ય બજારોમાં તિરંગા યાત્રા ફરી હતી. સિહોર સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે બાલમંદિર તેમજ ધો1 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નારાઓ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. YYP ગ્રૂપ દ્વારા 75 ફૂટ લાંબો તિરંગો લાવીને વિદ્યાર્થીઓ સાથે ભવ્ય રેલીનું પણ વિશેષ આયોજન થયું હતું. મહુવા આઝાદીના અમૃત મહોત્સવની ગૌરવભેર ઉજવણી કરી રહયો છે ત્યારે મહુવા પોલીસ દ્વારા શનિવારે મહુવા શહેરમાં તિરંગા યાત્રા ઉત્સાહ પૂર્વક નિકળી હતી જેમાં ન દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો. જેસર જેસરમાં સરકારી શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામનગર પ્રાથમિક શાળાથી જેસરના સરપંચના પ્રતિનિધિ બિન્દુભાઈ સરવૈયા દ્વારા પ્ર;થાન કરવામાં આવ્યું હતું જેમાં રામનગર પ્રાથમિક શાળાના બાળકો તથા બ ગો મહેતા વિદ્યાલયના બાળકો તેમજ કુમાર શાળા અને કન્યાશાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1500 થી વધારે બાળકો તિરંગા યાત્રામાં જોડાયા હતા.જેસર તાલુકાના પા ગામેથી તિરંગા યાત્રા જેસીબીમાં કાઢવામાં આવી હતી.