અમદાવાદ માં આવેલ નગરી ની ખડકી, શેઠ ની પોળ માંડવી ની પોળ માં આવેલ ઐતિહાસિક મંદિર શ્રી ધોળેશ્વર મહાદેવ આશરે 208 વર્ષ થી વધારે જૂનું છે,

આ મહાદેવ પીપળાની છાયા હેઠળ આવેલું છે. આ મહાદેવ નો ઇતિહાસ પોળ માં જુના વડીલો તેમના કહેવા મુજબ આ મંદિર નો ઇતિહાસ આ પ્રમાણે ધરાવે છે કે ,

વર્ષો પહેલાં પોળમાં જે સોની કુટુંબ રહેતા હતા અને સોની કામ કરતા હતા તેઓ આ પથ્થરનો ઉપયોગ વજન માટે કરતા હતા. આ લોકોને ધોળેશ્વર દાદા નું સપના આવતા તેઓએ પાણીમાંથી શિવલિંગ બનાવ્યું અને ચમત્કાર થયો. દર વર્ષે ધીમે ધીમે આ શિવલિંગ મોટું થવા લાગ્યું. તેમજ અહીંના ભક્તોની મહાદેવ પ્રત્યે આસથા વધી. અહીં આવનાર તમામ ભક્તોની મનોકામના પણ પૂર્ણ થવા લાગી. આજે પણ અહીં આવનાર ભક્તો એ જ શ્રદ્ધા અને વિશ્વાસથી શ્રી ધોળેશ્વર મહાદેવ ની પૂજા કરે છે, જે ભક્તો અમરનાથના દર્શન કરવા જઈ શકતા નથી તેમના માટે અહીં ઘર આંગણે સાક્ષાત અમરનાથની ગુફા ના દર્શન નો લાભ મળે છે.