ડીસામાં રહેતી મુળ હિંમતનગર તાલુકાની મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેનું લગ્ન જીવન તોડાવી ગાંધીનગરના બોરીજના શખ્સે વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તેમજ રૂ.1 લાખ તેમજ જમીન માટે નાણાં પડાવી છેતરપિંડી આચરતાં ફરિયાદ નોંધાવી હતી.
ડીસામાં રહેતી મૂળ હિંમતનગર તાલુકાની મહિલા અગાઉ સૂઇગામ પંથકમાં નોકરી કરતી હતી. તે વખતે તેના મામાના ઘરે આવતાં ગાંધીનગર તાલુકાના બોરીજ ગામના મોહનભાઇ બાબરભાઇ દેસાઇના સંપર્કમાં આવી હતી. જેણે પ્રેમજાળમાં ફસાવી મહિલાના પતિથી છુટાછેડા લેવડાવ્યા હતા. અને અવાર- નવાર દુષ્કર્મ ગુજાર્યુ હતું.
જે બાદ સમાજ નહી સ્વીકારે તેમ કહી મહિલાને બીજા લગ્ન કરાવ્યા હતા. જે પછી મળવા બોલાવી દુષ્કર્મ ગુજાર્યુ હતું. રૂ. 1 લાખ તેમજ જમીન માટે નાણાં લઇ છેતરપિંડી આચરી હતી. આ અંગે મહિલાએ આ શખ્સ સામે પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.