આજનો યુવાન વર્ગ જ્યારે શહેર તરફની ઘેલછામાં અને વિદેશી સંસ્કૃતિમાં મશગૂલ થઈને ગામડાની સંસ્કૃતિથી વિમુખ થતો જાય છે ત્યારે આવા સમયે ગુજરાતી શોર્ટ ફિલ્મમા ગુજરાતના ગામડાંઓની સંસ્કૃતિને યુટ્યુબના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચાડી ને સુંદર મજાનું કામ કરી રહ્યા છે .આ એકટરોમાં ગામઠી ભાષાની મીઠાસ અને પોશાક આબેહૂબ દર્શન થાય સૌરાષ્ટ્ર ,કાઠિયાવાડી લોકોના માન મર્યાદા અને મોભો તેમજ આવકારોના ભારતીય સંસ્કૃતિના આબેહૂબ દર્શન થાય છે.આજના સમયમાં છૂટાછેડાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ શોર્ટ ફિલ્મમાં સાસુ અને વહુનાં સંબંધો કેવી રીતે મજબૂત બને તેવી સંસ્કૃતિસભર સીન જોવા મળે છે આજના સમયમાં કોઈ પાસે સમય નથી ત્યારે આવી શોર્ટ ફિલ્મ આશિર્વાદ રૂપ સાબિત થઈ રહી છે, આવી ફિલ્મો ગાગરમાં સાગર સમાવવાનો એક સફળ પ્રયાસ કરવામાં આવી છે. ત્યારે આજ રોજ ખાંભા તાલુકાના કુદરતી સોંદર્ય થી ભરપુર એવા તાતણીયા (ગીર) ગામે ચાલતા ગુજરાતી શોર્ટ ફિલ્મનું શુટિંગ દરમ્યાન મુલાકાત પ્રેસ રિપોર્ટર હસમુખભાઈ શિયાળ,ભાવેશભાઈ મકવાણા દ્વારા મુલાકાત લઈ પ્રોત્સાહનના પૂરું પાડયું અને ગામડાની સંસ્કૃતિ જીવંત રાખવા બદલ અને કામગીરી બિરદાવી હતી.જેમાં પ્રોડક્શન હાઉસ પી.એમ ગુજરાતી સ્ટુડિયો સુરત ,પ્રોડ્યુસર મહેશભાઈ કોઠીયા, નરેશભાઈ જોગાણી,આર્ટિસ્ટમાં . નરેશભાઈ જોગાણી,ભારતીબેન ઠક્કર, હર્ષાબેન નારિગરા,જયુભાઈ દેશાણી,જલ્પાબેન ઉમરાણીયા પંચાલ,રાજભાઈ વાઘેલા,જિજ્ઞા ઓઝા,ડી ઓ પી.અનિલભાઈ બારોટ, સતિષભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.