આજે આણંદ નાં મૃતક સલમાન વોહરા નાં સમર્થન માં આણંદ ની સાથે ઠાસરા શહેર માં પણ ધંધા રોજગાર બંધ રહ્યા.

ગાંધીજીના ગુજરાતમાં ન્યાય માટે વલખા મારતી પ્રજા,સબકા સાથ સબકા વિકાસ અંતિમ પગલું નામદાર હાઇકોર્ટ સમક્ષ દાખલ થશે ફરિયાદ.આણંદ નાં મૃતક સલમાન વોહરા ને ન્યાય મળે તે હેતુસર આણંદ ની સાથે મુસ્લિમ વસ્તી ધરાવતાં બીજા શહેરો માં પણ બંધ અસર જોવા મળી.

મૃતક સલમાન વોહરા નાં સમર્થન માં આણંદ આજે બંધ, સાથે સાથે મુસ્લિમ વસ્તી ધરાવતાં ખેડા જીલ્લા અને આણંદ જીલ્લા ના શહેરો નડિયાદ ચાંગા સોજીત્રા, ભાલેજ તેમજ ઠાસરા શહેર માં તમાંમ વેપારી લારી ગલ્લા દુકાનદાર, ફેરિયા, રિક્ષા ચાલકો વગેરે બંધ રાખી મૃતક સલમાન વોહરા ને ન્યાય મળે તે હેતુ થી સ્વૈચ્છિક, ધંધા રોજગાર બંધ રાખ્યું.થોડા અગાઉ ચીખોદરા ટુર્નામેન્ટ મેચ દરમિયાન સલમાન વોહરા નામી યુવક નું મૃત્યુ થયું હતું, મૃતક નાં પરીવાર જન નો આક્ષેપ છે કે ભૂતપૂર્વ ધારાસભ્ય નાં પુત્ર ની ધરપકડ કેમ નાં કરવામાં આવી, મુખ્ય આરોપી તે હોવા નો દાવો મૃતક નાં પરીવાર જનો કરી રહયા છે, પોલીસ દ્વારા શરૂઆત માં 9 જેટલા આરોપી ઓ ની ધરપકડ કરી હતી, પણ મુખ્ય આરોપી ની ધરપકડ કરવા માં પોલીસ કેમ આટલો ટાઈમ લઈ રહી હોઈ તેવુ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે..? શું પોલીસ પર કોઈ રાજકીય દબાવ છે..? શાં માટે પોલીસ કોઈ પગલા લેતી નથી મુખ્ય આરોપી ને સજા મળે તે હેતુ થી આજ સદંતર આણંદ બંધ કરવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનવર સૈયદ ઠાસરા ખેડા. ગુજરાત.