*આપ પાર્ટી ની નઝર કોંગ્રેસ ના બેઝ પર.
આમ આદમી પાર્ટી ગુજરાત ના શાસન ના વેકલ્પિક મૉડેલ ને લઈને વિધાનસભા ની ચૂંટણી ની તૈયારીઓ ચાલુ કરી દીધી છે, પાંચ વર્ષ પહેલા 29 સીટો પર થી લડનાર આપ પાર્ટી તમામ સીટ હારી ને ડિપોઝીટ જપ્ત કરાવી ચુકી છે, અને હમણાં સુધી ભાજપ આપ પાર્ટી ને સીરીયસ લેતી પણઃ ના હતી, પરંતુ હવે રાજનેતિક માહોલ મોંઘવારી, રોઝગારી મુદ્દે સ્વયંભુ પાશું ફેરવવાની તક જોઈ રહી છે, જેને એન્ટી ઈન્ક્મબેન્સી જેને બીજી ભાષા માં " થ્રો ઘ બમ્સ આઉટ " તરીકે ઓળખવામાં આવે છે,
જે ભાજપ ની ધાક અને વર્ચસ્વ સામે મુશ્કિલ જણાય છે, કેમ કે ચાણક્ય સાબિત થયેલ ગૃહમંત્રી અમિત શાહ આસમાન માં છેદ કરી આવે તેવું દિમાગ ધરાવે છે, જેમાં ગુજરાત તેમનું હોમ ટાઉન ને ગુમાવવાની વાત સપનામાં પણઃ નહીં વિચારી શકે,
પરંતુ આ વાત આપ પાર્ટી પણઃ જાણે છે કે પોતે ગુજરાત માં આ વખતે તો સરકાર નહીં બનાવી શકે, જેથી કોંગ્રેસ નો જે બેઝ છે તેની પર નઝર રાખી આ વખતે કોંગ્રેસ ના ગઢમાં ગાબડું પાડી બે ડિજિટ માં સીટો જીતવાની શક્યતા રહેલી છે, પંજાબ ની માફક ગુજરાત માં ગાબડું પાડવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના માટે આપ પાર્ટી એ 7000 પદાધિકારી ઓ ની નિમણુંક કરી દીધી છે, હાલ પૂરતું આપનું ટાર્ગેટ ગુજરાતમાં પગ મઝબુત કરવાનું છે, જો સરકાર બનાવવા ની થોડીગણી પણઃ ઈચ્છા શક્તિ હોત તો કોંગ્રેસ સાથે ગઠબંધન ની વાત ચર્ચા થાત, પરંતુ તેમના ઉમેદવારો એવું કેહતા સંભરાયા છે કે આવતા દસ વર્ષ પછી હમો સરકાર બનાવીશુ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન તો નહીંજ કરીયે, અહીંયા આપની ઈચ્છા શક્તિ જાહેર થાય છે કે જે ફક્ત અને ફક્ત કોંગ્રેસ માં ગાબડાં પાડવા પુરતીજ ગુજરાત માં ક્ષમતા ધરાવે છે, એટલુંજ નહીં ભાજપ પણ જાણે છે કે આપના પ્રવેશ થી ભાજપ ને નુકસાન ઓછું ફાયદો વધુ થશે.
પાછલી ચૂંટણીમાં ભાજપે શહેરી વિસ્તારની 39 માંથી 33 સીટો કબ્જે કરી હતી, આજ શહેરી વિસ્તારોની સીટો પર આપ કોંગ્રેસ ની કમજોરીનો ફાયદો લઇ પોતાના પક્ષ માં કરી શકે છે.
આર્ટિકલ : વારિસ સૈયદ, હિંમતનગર.