સરહદી બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફી આવતી ટ્રકમાંથી અનેકવાર લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે.ત્યારે બાતમી આધારે એલસીબી પોલીસે પાલનપુરના ખેમાણા ટોલટેક્ષ પાસેથી એક ટ્રકમાં 571 પેટી સાથે 45,22,380 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બનાસકાંઠા પોલીસને રાજસ્થાનથી દારૂ ભરેલ ટ્રક બનાસકાંઠા તરફ આવી રહી છે.તેવી મળેલી બાતમી ના આધારે પોલીસે પાલનપુર ખેમાણા ટોલટેક્ષ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન એલસીબી પોલીસને દારૂ ની ટ્રક પકડવામાં મોટી સફળતા મળી હતી. રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 571 પેટીમાં 13548 દારૂની બોટલ ઝડપી પાડી હતી.

તેમજ પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલક ઉમેદરામ જાટની કરી અટકાયત હતી.એલસીબી પોલીસે વિદેશી દારૂ અને ટ્રક સહિત 45,22,380 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ચાલાક વિરુદ્ધ પ્રોહીબેશન એકટ મુજબ પાલનપુર તાલુકા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.