જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાવડાથી કાળા ડુંગર સુધી તિરંગા રેલીનું આયોજન કરાયું

૩૦૦ મીટર લાંબો તિરંગો કચ્છના સૌથી ઉંચા શિખર કાળા ડુંગર પર લહેરાવ્યો

ભુજ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "હર ઘર તિરંગા" અભિયાનના ભાગરૂપે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાવડાથી કાળા ડુંગર સુધી તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સરહદી ગામોના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તિરંગા રેલી ખાવડા, દિનારા, ધ્રોબાણા જેવા સરહદી ગામોમાંથી પસાર થઈ કાળા ડુંગર ખાતે સમાપ્ત થઈ હતી. કાળો ડુંગર એ કચ્છ જિલ્લાનું ખૂબ મહત્વનું અને સૌથી ઉંચુ શિખર છે. ૩૦૦ મીટર લાંબા તિરંગાથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. 

આ રેલી દરમિયાન મદદનીશ કલેકટર શ્રી અતિરાગ ચપલોત, ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી વિવેક બારહટ, તાલુકા વિકાસ અધિકારી શ્રી વી.સી.પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી સમા રસીદ આમદ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સર્વ શ્રી દિલાવરસિંહ સોઢા, ઓસમાણભાઈ સમા, અસિયાતબાઈ સમા, ખાવડા સરપંચ શ્રી જેસંગ રાણા કોલી, ધ્રોબાણા સરપંચ શ્રી ભાગબાઈ સીદીક સમા, ટીપીઈઓ શ્રી સામંતભાઈ વસરા, પીએસઆઇ શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, દત્ત મંદિરના ટ્રસ્ટી શ્રી હિરાલાલ રાજદે, બીએસએફના જવાનો, વનવિભાગના કર્મચારીઓ તથા ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.