ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે એક્સિડેન્ટ પ્રમાણ વધતું જાય છે ત્યારે વધું એક તળાજાના ત્રાપજ બંગલા નજીક વડોદરા થી દિવ જતી એસટી બસ ધડાકા ભેર અથડાતા એકનું કમકમાંટી ભર્યું મોત નિપજ્યું
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતો બનતા રહે ત્યારે આજ વહેલી સવારે વડોદરા થી દીવ જતી સરકારી એસટી બસ ત્રાપજ અને પાંચપીપળાની વચ્ચે આવેલ વોશરૂમની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં મોટાપાઈએ નુકશાની સર્જાય હતી તેમજ એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તેમજ અન્ય મુસાફરીઓ નાની મોટી ઈજા થવા પામેલ હતી . આ બાબતની તળાજા એસટી વિભાગને જાણ થતા તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને અને અલંગ પોલીસ વિભાગ પણ તાત્કાલિક ધોરણે આ ઘટનાનું પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.