સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત સુરેન્દ્રનગર જિલ્લામાં રન ફોર તિરંગા રેલી સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવી.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રન ફોર તિરંગાનું આયોજન એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્રારા કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજથી બાબાસાહેબ આંબેડકર ચોકથી કલેકટરની કચેરી થી રીવરફ્ર્ન્ટ થી કોલેજ પરત આ કાર્યક્રમમાં ડો. મહેન્દ્રભાઈ મુંજપરા , કેન્દ્રીય મંત્રી અને સાંસદ,વઢવાણ ના ધનજીભાઈ પટેલ ધારાસભ્ય અને સેટેન મેમ્બર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વીરેન્દ્ર આચાર્ય, પ્રમુખ વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલીકા તેમજ અન્ય મહાનુભાવો દ્રારા આ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દરેક કોલેજના આચાર્ય, સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ અને સ્થાનીક લોકો મળી કૂલ 7000 જેટલા લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ રેલીમાં મહત્વની વાત એ છે કે તેમાં 750 ફૂટ લાંબો તિરંગો સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડો. અમિત મિશ્રાનાં માર્ગદર્શન હેઠળ, ડો વિપુલ કણાગરા, અધ્યક્ષ રન ફોર તિરંગા સુરેન્દ્રનગર જિલ્લો અને ઉપાધ્યક્ષ ડો. રમેશભાઈ ડાવડા અને મૌલિક આર. પટેલ સાથે સમગ્ર ટીમ તેમજ એમ.પી. શાહ ની ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.