ધાનેરામાં રહેતી સગીરાને તા. 14 સપ્ટેમ્બર-2023 ના રોજ સેધાભાઈ ઉર્ફે કાનાભાઈ ઈશ્વરભાઈ બારોટ ભગાડી ગયો હતો. જે અંગે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ કરાતા દીકરી પાછી આવતા માતા -પિતાને સોંપવામાં આવી હતી.

જ્યારે આરોપીને જામીન મળતા આરોપી અને તેના મિત્ર જીગર બારોટ દ્વારા બીજી નાની દીકરીને પણ ઉપાડી જવાની ધમકી આપતા પરિવાર ડરી ગયો હતો. જે બાદ તા.21 જુલાઇ-2024 ના રાત્રીએ સેંધાભાઈ બારોટ અને જીગર બારોટ દ્વારા ભગાડી લઈ જતા માતા-પિતા જોઈ ગયા હતા.

જે બાદ આરોપીઓના ઘરે જઈ તેના માતા-પિતા સાથે વાત કરતા આરોપી સેંધાભાઈના પિતા ઈશ્વરભાઈ બારોટ અને માતા સાયરાબેન બારોટ દ્વારા અપશબ્દો બોલી ધમકી આપતા ચાર આરોપીઓ વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.