દાહોદ જિલ્લામાં મનરેગાના ભ્રષ્ટાચાર મામલે અગાઉ પણ આસિસ્ટન્ટ વર્કસ મેનેજર બળવંત લબાના અંગે ન્યૂઝ રિપોર્ટ કરવામાં આવ્યા હતા, આ પછી કમિશનર કચેરીએ તપાસ કરી રીપોર્ટ પણ તૈયાર કરેલો પરંતુ કોઈ કાર્યવાહી નહોતી થઈ. જોકે ભ્રષ્ટાચારના આકા ગણાતાં બળવંત લબાના આખરે આજે એસીબી પોલીસના હાથે ચડી જતાં ખળભળાટ મચી ગયો છે. મનરેગાના કામોમાં ફાઇલ દીઠ પૈસા ઉઘરાવવા ટેવાયેલા બળવંત લબાના વિરૂદ્ધ સ્થાનિકે ફરિયાદ કરી હતી. જે અંગે મહીસાગર એસીબી પોલીસે ટ્રેપ ગોઠવી ઝાલોદ તાલુકા પંચાયતની મનરેગા શાખા પાસે ગેરકાયદેસર નાણાં લેતાં લબાનાને ઝડપી લીધો છે. મનરેગા હેઠળ જમીન સમતળના કામે 20હજારની માંગણી બાદ 17000 લેતાં બળવંત લબાના ઝડપાઇ જતાં જાગૃત નાગરિકો એસીબીની કામગીરીની પ્રસંશા કરી રહ્યા છે. જાણો કેવી રીતે ઝડપાયો બળવંત લબાના, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
દાહોદ જિલ્લાના ફતેપુરા બાદ ઝાલોદ તાલુકા પંચાયતની મનરેગા શાખામાં આસિસ્ટન્ટ વર્કસ મેનેજર બળવંત લબાના વિરૂદ્ધ આજે સૌથી મોટી કાર્યવાહી થઈ છે.છેલ્લા કેટલાક સમયથી ગ્રામ વિકાસ કમિશનરની તપાસનો સામનો કરતાં અને મોટી ઓળખાણથી બચી જતાં આસિસ્ટન્ટ વર્કસ મેનેજર બળવંત લબાના મનરેગા હેઠળ ફાઇલ દીઠ પૈસા લેવામાં માસ્ટર છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જેમાં કેટલાક દિવસ પહેલાં સ્થાનિકે મનરેગા હેઠળ જરૂરી કાગળો કરી વર્ક કોડ પડાવી ફાઇલની આગળની કામગીરી માટે આસિસ્ટન્ટ વર્કસ મેનેજર બળવંત લબાનાની મુલાકાત કરી હતી. આ દરમિયાન બળવંત લબાનાએ ફાઇલ દીઠ રૂ.5000ની માંગણી કરતાં અરજદારે વિનંતી કરતાં લબાનાએ આખરે રૂ. 20000ની માંગણી કરી હતી. જોકે અરજદાર લાંચ આપવા ઈચ્છતા ના હોવાથી મહીસાગર એસીબી પોલીસને ફરિયાદ કરી હતી. વાંચો નીચેના ફકરામાં આ રીતે ઝડપાયો બળવંત લબાના.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મહીસાગર એસીબી પોલીસે ફરિયાદ આધારે આજે લાંચના છટકાનુ આયોજન કર્યું હતુ. જેમાં બરોબર ચોક્કસ સમયે બળવંત લબાના ઝાલોદ તાલુકા પંચાયતની મનરેગા શાખામાં હાજર હતા દરમિયાન અરજદાર પાસેથી હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ. 17000 સ્વીકારતાં લુણાવાડા એસીબી પોલીસ આવી જતાં રંગહાથ ઝડપાયો હતો. ઝાલોદ તાલુકા પંચાયતમાં એસીબીની સફળ રેડને પગલે એપીઓ, ટેકનિકલ અને ટીડીઓ સહિતના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભ્રષ્ટાચારના સૌથી વધુ આક્ષેપોનો સામનો કરનાર અને મોટી ઓળખાણ ધરાવતા બળવંત લબાના ફતેપુરા નહિ પરંતુ ઝાલોદમાં એસીબીના હાથે પકડાઇ ગયાની ઘટના પ્રસરી જતાં ફતેપુરા, ઝાલોદ અને દાહોદ મનરેગા યોજના આલમમાં ચકચાર મચી જવા પામી છે.