ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત આજે આવી ગયો છે. રાજ્ય સરકારે પોલીસ ગ્રે પેડ મામલે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે.
👉પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર હવે 4 લાખ 16 હજાર થશે
👉અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર 3 લાખ 63 હજાર હતો.
👉હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,96,394 રૂ. કરાયો છે.
👉જ્યારે ASIના પગાર વધારી 5,84,094 કરવામાં આવ્યો છે.
👉LRD અને ASIને હવે 3 લાખ 47 હજાર 250 રૂપિયા કરાયો
👉પોલીસ કોન્સ્ટેબલનો પગાર 3 લાખ 63 હજાર 660 રૂપિયા હતો
👉પોલીસ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 16 હજાર 400 રૂપિયા કર્યો
👉પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 36 હજાર 654 રૂપિયા હતો
👉પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 95 હજાર 394 રૂપિયા થયો
હવે આટલો પગાર વધ્યો
👉ફિક્સ પગાર LRD અને ASIનો 96 હજાર 150 રૂપિયા પગાર વધ્યો
👉LRD અને ASIનો માસિક પગાર 8 હજાર 12 રૂપિયા વધ્યો
👉પોલીસ કોન્સ્ટેબલનો પગાર 52 હજાર 740 રૂપિયા વધ્યો
👉પોલીસ કોન્સ્ટેબલનો માસિક પગાર 4395 રૂપિયા વધ્યો
👉પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 58 હજાર 740 રૂપિયા વધ્યો
👉પોલીસ હેડ કોન્સ્ટેબલનો માસિક પગાર 4895 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે
આ તમામ માહિતી ગુજરાતના
CM ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.