ડીસાની શ્રીરામ ફાયનાન્સમાંથી મોટી આખોલ, ડીસા તેમજ પાટણના શખસોએ લોન લઈ ભરપાઈ ન કરતાં કોર્ટ કાર્યવાહી કરાઈ હતી. જે કેસ ડીસાના એડિશનલ ચિફ જયુડિશ્યલ મેજીની કોર્ટમાં શુક્રવારે ચાલી જતાં ત્રણેય આરોપીને 1 વર્ષની સજા અને બાકી રકમ ચૂકવવા આદેશ કરાયો છે.

ડીસા તાલુકાના મોટી આખોલના ઠાકોરવાસમાં રહેતા વિક્રમભાઈ કાંતિજી ધુંખે વાહન ખરીદવા શ્રીરામ ફાયનાન્સ લિમિટેડમાંથી લોન લીધી હતી. જેના બદલામાં રૂ.2.50,000 નો આપેલો ચેક પરત થતાં કંપનીના અધિકારી કલ્પેશ રમણલાલ રાજગોરે એડવોકેટ ભાવેશભાઈ જે. જોષી મારફત કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

 જે કેસ ડીસાના એડીશનલ ચિફ જયુડિશ્યલ જજ યોગેશભાઈ પટેલની કોર્ટમાં શુક્રવારે ચાલીજતાં આરોપીને 1 વર્ષની કેદની તેમજ ફરીયાદીને 2,50,000 રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે. બીજા કેસમાં ડીસામાં રહેતા વિજયભાઈ લલીતભાઈ શ્રીવાસ્તવે શ્રીરામ ફાયનાન્સ માંથી લીભેલી લોન પેટે રૂ.2,16,832 નો ચેક આપ્યો હતો. જે ચેક પરત થતાં ફરિયાદ નોંધાતાં કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીને 1 વર્ષની કેદની સજા તેમજ ફરીયાદીને 2, 16,832 ચૂકવવા હુકમ કર્યો છે.

જ્યારે રણછોડભાઈ તળજાભાઈ દેસાઈ (રહે.પાટણ) એ લોનની ચુકવણી માટે આપેલો રૂ.2,90,000 ચેક પરત થતાં એડવોકેટ ભાવેશભાઈ મારફતે ડીસા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીને 1 વર્ષની કેદ તેમજ ફરિયાદીને 2,90,000 રૂ. ચૂકવવાનો હુકમ કર્યો છે.