૧૨૧ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અજીતસિંહજી ચૌહાણે ગુરુના આશીર્વાદ મેળવ્યા...
ગુરુનો મહિમા અપરંપાર માનવામાં આવે છે ત્યારે આશ્રમો,દેવાલયો, અને તીર્થધામોમાં દર્શનાર્થીઓની ભારે ભીંડ ઉમટી ગુરુ પૂર્ણિમાના ધાર્મિક અવસર પર ઠેર ઠેર દેવી દેવતાઓની આરાધના કરી ગુરુનું મહત્ત્વ સાર્થક કરવા ભાવિ ભક્તોએ ગુરુજનો ના આશીર્વચન લઈ પાવન થયાં.
પોટા સેવાશ્રમ ના ગાદીપતિ આનંદરામ મહારાજના ચરણસ્પર્શ કરી ભાવિ ભક્તોએ આશીર્વચનનો અનેરો લ્હાવો મેળવ્યો તેમજ ભક્તોએ ભક્તિમય વાતાવરણમાં ભજન કિર્તનના સૂરીલા સંગમ સાથે સંગીતના સૂરો રેલાવ્યા અને ગુરુવંદના કરી ગુરુના મહિમાનું મહત્વ અને પ્રમાણ સાર્થક કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું...
ગુરુ પૂર્ણિમાના અનેરા અવસરમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ તીર્થ સ્થાનોએ ગુરુની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવી,મહા પ્રસાદનો લ્હાવો મેળવ્યો..