વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ લગભગ 3000 વર્ષ પહેલાં અષાઢ પૂર્ણિમાના દિવસે થયો હતો. મહર્ષિ વેદવ્યાસ વેદ શીખવનાર પ્રથમ હતા, તેથી તેમને હિંદુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ જ કારણ છે કે ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. સમગ્ર ભારતમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. ગુરુપૂર્ણિમાને અષાઢ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા રવિવારે એટલે કે 21 જુલાઈએ ઊજવવામાં આવી રહી છે. ગુરુપૂર્ણિમાનો આ તહેવાર મહર્ષિ વેદ વ્યાસને સમર્પિત છે.
આજે ગુરુપૂર્ણિમાના દિવસે જાણો આપણા ભગવાનોએ પણ ગુરુ બનાવીને પૂર્ણ શિક્ષા પ્રાપ્ત કરીને વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ સિવાય ગુરુ પૂર્ણિમા કેમ ઉજવાય છે? તથા તેનું મહત્ત્વ...
ગુરુપૂર્ણિમા શા માટે ઊજવવામાં આવે છે? એવું કહેવાય છે કે અષાઢ પૂર્ણિમા દિવસને ગુરુપૂર્ણિમા તહેવાર તરીકે ઊજવવાની શરૂઆત મહર્ષિ વેદ વ્યાસજીના પાંચ શિષ્યો દ્વારા કરવામાં આવી હતી. હિંદુ ધર્મમાં મહર્ષિ વેદ વ્યાસને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસને બાળપણથી જ આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો. ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, તે જંગલમાં જઈને તપસ્યા કરવા માગતા હતા. પરંતુ તેમના માતા-પિતાએ તેને આવું કરવા દીધું ન હતું. પછી વેદ વ્યાસજી મક્કમ બની ગયા. આ પછી, વેદ વ્યાસજીની માતાએ તેમને જંગલમાં જવાની પરવાનગી આપી. પરંતુ માતાએ કહ્યું કે જો તેને જંગલમાં તેના પરિવારની યાદ આવે, તો તેણે તરત જ પાછા ફરવું જોઈએ. આ પછી પિતા પણ સંમત થયા. આ રીતે, તેમના માતાપિતાની અનુમતિ પછી, મહર્ષિ વેદ વ્યાસ ભગવાનનું ધ્યાન કરવા માટે જંગલ તરફ ગયા અને તપસ્યા શરૂ કરી.
વેદ વ્યાસજીએ સંસ્કૃત ભાષામાં નિપુણતા હાંસલ
ગુરુપૂર્ણિમાનું માહાત્મ્ય
શાસ્ત્રોમાં પણ ગુરુનું સ્થાન દેવતાઓ કરતાં ઊંચું લેખાયું છે. ભગવાન શિવ સ્વયં ગુરુ વિશે કહે છે, ‘ગુરુર્વેવો गुरुर्धर्मो, गुरौ निष्ठा परं तपः। गुरोः परतरं नास्ति, त्रिवारं થાઃ।।' એટલે કે ગુરુ એ ભગવાન છે, ગુરુ એ ધર્મ છે, ગુરુ પ્રત્યેની વફાદારી એ પરમ ધર્મ છે. આનો અર્થ એ છે કે માત્ર મનુષ્યોને જ નહીં, સ્વયં દેવતાઓને પણ ગુરુની જરૂર છે.
ભગવાન શ્રીકૃષ્ણએ ગુરુ સાંદીપનિ પાસેથી 64 દિવસમાં 64 કળાઓ શીખી હતી
દેશની પ્રથમ પાઠશાળા ઉજ્જૈનમાં આવેલી હતી. ગુરુ સાંદીપનિ પાસેથી, શ્રી કૃષ્ણએ ઉજ્જૈનમાં 4 દિવસમાં 4 વેદ, 6 દિવસમાં 6 શાસ્ત્રો, 16 દિવસમાં 16 વિદ્યાઓ, 18 દિવસમાં 18 પુરાણો સહિત કુલ 64 કળાઓનું જ્ઞાન મેળવ્યું હતું. ઋષિ સાંદીપનિના આશ્રમને વિશ્વની પ્રથમ પાઠશાળા તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીં 5266 વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે 11 વર્ષ અને સાત દિવસની ઉંમરે ઉજ્જૈનના ગુરુ સાંદીપનિ પાસે આવ્યા હતા આશ્રમ અહીં તેમની મુલાકાત સુદામા સાથે થઈ હતી.
મહાભારત, શ્રીમદ ભાગવત, બ્રહ્મપુરાણ, અગ્નિપુરાણ અને બ્રહ્મવૈવર્તપુરાણમાં સાંદીપનિ આશ્રમનો ઉલ્લેખ છે. ગુરુ સાંદીપનિ અવંતિના કશ્યપ ગોત્રમાં જન્મેલા બ્રાહ્મણ હતા. તેઓ વેદ, ધનુર્વેદ, શાસ્ત્રો, કળા અને આધ્યાત્મિક જ્ઞાનના મહાન વિદ્વાન હતા. ન્યાયશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન, નીતિશાસ્ત્ર અને શસ્ત્રોના સંચાલનનું શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. અહીં દૂર-દૂરથી શિષ્યો ગુરુકુળમાં શિક્ષણ મેળવવા આવતા.