એલસીબીએ શનિવારે કાંકરેજ તાલુકાના થરા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે ઉણ નજીકથી ગેરકાયદેસર યુરિયા ખાતરનો જથ્થો ભરેલ આઇસર ટ્રકને ઝડપી લીધી હતી. પોલીસે યુરિયા ખાતરના કટ્ટા 300 નંગ, ટ્રક મળી કુલ રૂ.12.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે ગુનો નોંધી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર એલસીબી થરા વિસ્તારમાં શનિવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ઉણ પાંજરા પોળ સામે હાઇવે પર આઈસર નં. જીજે-12-બીડબ્લ્યુ-3181ને રોકાવી તપાસ કરતા યુરિયા ખાતર મળ્યું હતું. ટ્રક ડ્રાઈવર ભલાભાઈ પરાગભાઈ ચૌધરી (રહે.લક્ષ્મીપુરા,તા.રાધનપુર) પાસેથી યુરિયા ખાતરનાં કાગળો માંગતા મળી ન આવતાં પૂછપરછ દરમિયાન ગેરકાયદેસર જથ્થો હોવાનું માલૂમ પડ્યું હતું. આમ યુરિયા ખાતરના કટ્ટા નંગ-300 કિંમત રૂ.5,44,249, આઇસર સહિત કુલ રૂ.12,49,249 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.