જલારામ મંદિરે સ્પોકન ઈંગ્લીશ કલાસીસ સંપન્ન

105 વિધાર્થીઓએ સ્પોકન ઈંગ્લીશ માં ભાગ લીધો

તમામ ને મંદિર દ્રારા સર્ટિફિકેટ એનાયત કરાયા

પોરબંદર લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિરે એક માસ થી ચાલતા સ્પોકન ઈંગ્લીશ કલાસીસની આજે પુર્ણાહુતી થઈ હતી જેમાં લોહાણા સમાજના ટ્રસ્ટીઓ અને જલારામ સેવા સમિતિના ટ્રસ્ટીઓ ખાસ હાજર રહ્યા હતા શિક્ષકો અને વિધાર્થીઓ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

આજે જલારામ મંદિરે સાંજે 4 વાગ્યાથી સતત 1 કલાક સુધી વિધાર્થીઓને ઋષિકાબેન હાથી માર્ગદર્શન આપ્યું હતું અંગ્રેજી ભાસા નું મહત્વ અને તેમની આવનાર દિવસોમાં કેટલી જરૂરિયાત પર એક કલાક સુધી માર્ગદર્શન પૂરું પાડવા માં આવેલ હતું સાથે સ્પોકન ઈંગ્લીશ કલાસીસ માં 100 વિધાર્થીઓ ને અભ્યાસ કરાવતા ખુશીબેન લાખાણીએ સાથે રહી વિધાર્થીઓ ને જ્ઞાન સાથે ગંમત કરતા અંગ્રેજી ભાસા મા વાંચતા લખતા અને વાત કરવાનો અભ્યાસ કરાવેલ હતો

આજે અંતિમ દિવસે અભ્યાસ કરતા 105 વિધાર્થીઓ ને સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા સાથે પોરબંદર લોહાણા મહાજન અને જલારામ સેવા સમિતિ જલારામ મંદિર દ્રારા ઋષિકાબેન હાથી અને ખુશીબેન લાખાણીનું સાલ ઓઢાળી જલારામ બાપાની મૂર્તિ પ્રસાદી આપી સન્માનિત કર્યા હતા 

આ તકે પોરબંદર લોહાણા મહાજન મંત્રી શ્રે રાજેશભાઇ લાખાણી,ટ્રસ્ટી વિજયભાઈ મજીઠીયા,પરિમલભાઈ ઠકરાર,ચેતનભાઈ લાખાણી,જાણીતા ઉદ્યોગપતિ શૈલેષભાઇ રાયચુરા,જાણીતા વ્યાપારી અગ્રણી જાતિનભાઈ હાથી,તથા દુર્ગાબેન લાદીવાળા,કમળા બેન કોટેચા,કોકિલાબેન આડતીયા ખાસ હાજર રહ્યા હતા,જલારામ સેવા સમિતિના ટ્રસ્ટી અતુલભાઈ કારિયા,મુકેશભાઈ ખખર,હિતેશ ઠકરાર અને સમીર ઠકરાર તથા ઈંગ્લીશ કલાસીસ ના પ્રોજેકટ ચેરમેન યોગેશભાઈ પોપટ,રાકેશભાઈ મોનાણી એક માસ સુધી સ્પોકન ઈંગ્લીશ કલાસીસ માર્ગદર્શક બની દેખરેખ રાખતા હતા 

આજના સ્પોકન ઈંગ્લીશ કલાસીસ ના પુર્ણાહુતી કાર્યકામનું સંચાલન ભાવનાબેન કોટકે કર્યું હતું અને આભારવિધિ શિલ્પઆબેન કક્કડે કરી હતી