સાબરકાંઠા જિલ્લા ના વડાલી મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરાયું.

 હરઘર તિરંગા અંતર્ગત 14 ઓગસ્ટ ના રોજ વડાલી મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યા મા લોકો પોતાનો તિરંગો લઈ યાત્રા મા જોડાયા.

તિરંગા યાત્રા રેલી સ્વરૂપે વડાલી વિવેકાનંદ ચોક થી નીકળી વડાલી મેઈન હાઇવે થઈ ધરોઈ રોડ અમન પાર્ક મા પુરી કરવામાં આવી હતી.

વડાલી મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા તિરંગા રેલી નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે વડાલી મુસ્લિમ સમાજ ના આગેવાનો એવા હસીમ ખાન પઠાણ. ઇમરાન દાણી. મુસ્તાક ભાઈ મેમન. ઐયુબ ભાઈ નાગોરી. ફિરોજ ભાઈ ચૌહાણ. બાબુભાઇ લુહાર સાબિર ભાઈ લુહાર. સોયબ ભાઈ મન્સૂરી. દિલાવર ભાઈ મેમન. અબ્દુલ ગફુર ભાઈ મેમન યુસુફભાઇ મેમન .સાથે વડાલી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ જયદીપ સિંહ હડિયોલ પાણી પુરવઠા ચેરમેન કે ડી પરમાર નગરપાલિકા પૂર્વ પ્રમુખ મોતિસિંહ રાઠોડ સાથે વડાલી પોલીસ સ્ટાફ યાત્રા મા જોડાયા હતા. રિપોર્ટર. મોહસીન મેમન વડાલી સાબરકાંઠા