થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગત રોજ જમડા પુલિયા પાસે કેનાલ પર અજાણી વ્યક્તિએ મોટરસાયકલ અને મોબાઈલ ફોન મૂકીને કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શંકાએ થરાદના તરવૈયા અને ફાયર ટીમને જાણ કરતાં કેનાલ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. ત્યારે આજરોજ વામી પુલ નજીકથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક પ્રેમી પંખીડા હોવાની ચર્ચા એ જોર પકડ્યુ છે. જ્યારે મૃતકની ઓળખ ઠાકોર અશોકભાઇ શ્રવણભાઇ (ગામ જડિયાલી) અને યુવતીની ઓળખ ઠાકોર રમીલાબેન અનાજી તરીકે થઇ છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાંથી પસાર થતી
નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની ગઈ છે ત્યારે
ગતરોજ મુખ્ય કેનાલ માં જમડા પુલ નજીક કેનાલ પર
મોટરસાયકલ મોબાઈલ ચંપલ પડેલાં હોવાથી કેનાલમાં
કોઈએ ઝંપલાવ્યું હોવાની શંકાએ સ્થાનિક લોકોએ થરાદ
નગરપાલિકાના તરવૈયા અને ફાયર ટીમને જાણ કરતાં
ફાયર ટીમ તાત્કાલિક કેનાલ પર પહોંચી કેનાલમાં ઝંપલાવી
શોધખોળ હાથધરી હતી. શોધખોળના અંતે કોઈ મળી
ન આવતાં આજરોજ વામી પુલ નજીક યુવક યુવતીનો
પાણીમાં તરતો મૃતદેહ દેખતાં થરાદના તરવૈયાએ જાણ
કરતાં તાત્કાલિક કેનાલ પર પહોંચી બંનેના મૃતદેહને બહાર
કાઢ્યાં હતાં અને તેના વાલીવારસોને સોંપવામાં આવ્યાં
હતાં. યુવક યુવતી પ્રેમીપંખીડા હોવાની ચર્ચા કેનાલ પર
ઉપસ્થિત લોકો દ્વારા કરવામાં આવી રહી હતી.