ઘણા સમય થી રાહ જોવાઇ રહી છે તે હિન્દી સોંગ પેહલી બરસાત નું શૂટિંગ પૂર્ણ થયું છે, શુટિંગ નાં સેટ પર સોંગ ના  પ્રોડ્યુસર આશિષ ઘેસાણી અને કૈલાસ ગૌસ્વામી એ પોતાની ફિલિંગ્સ રજૂ કરતાં જણાવ્યું હતું કે રાહ જોવાનો અંત આવ્યો છે ટૂંક સમય માં સોંગ રિલીઝ કરીશું, ડાયરેકટર અર્પણ પટેલ પોતે વ્યસ્ત હોવા છતાં પણ તેમને સમય આપતા કહ્યું કે સોંગ વરસાદ નાં મોસમ માં કપલ ને રોમાન્સ નો અનુભવ કરાવશે, આ સોંગ માં અભિનેતા તરીકે આસિફ વઢવાણીયા અને વિધિ શાહ છે, આ ઓન સ્ક્રીન જોડી નું અંડરસ્ટેન્ડિંગ શુટિંગ સમયે સારું જોવા મળ્યું હતું.હવે જોવાનું રહ્યું કે આ સોંગ દર્શકો ને કેટલું પસંદ પડે છે.

પ્રોડ્યુસર આશિષ ધેસાણી અને કૈલાસ ગોસ્વામી ધણા સમય પછી આ પ્રોજેક્ટ દ્વારા સાથે આવી રહ્યા છે.આ સોંગ પહેલી બરસાત વરસાદી મૌસમ માં લોકોને ખૂબ પસંદ પડવાનું છે ટૂંક જ સમયમાં આ સોંગ રિલીઝ કરવામાં આવશે.