હિંમતનગર આવેલ સબ જેલમાં સંસ્કાર ગુર્જરી ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવ્યો.૩૦૦ જેટલા બંદીવાનોને ગાઈડ બહેનો દ્વારા કુમકુમ તિલક કરી રાખડી બાંધવામાં આવી ત્યારે કેદીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેતી હતી. કેટલાક કેદી પોતે કરેલા ગુનાહિત કૃત્યથી અફસોસ વ્યક્ત કરતા હતા. સંસ્કાર ગુર્જરી ના પ્રમુખ અને ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિતે સબ જેલના બંદીવાનોને કહ્યું હતું કે રાખડીના બદલામાં દરેક કેદી ભાઈ ગુનાની સજા પૂર્ણ થયા પછી દેશના સારા નાગરિક બને તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રેંજર કમિશનર સોનલબેન ડામોરે બધા જ બંદીવાન ભાઈઓ અને જેલના કર્મચારી ભાઈઓને રક્ષા સુત્ર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા ગાઈડ કમિશનર ભારતીબેન ચૌધરી, સ્કાઉટ કમિશનર નીતિનભાઇ

ઉપપ્રમુખ પ્રશાંતભાઈ વ્યાસ અરવલ્લી જિલ્લા મંત્રી પંકજભાઈ, આસિસ્ટન્ટ કમિશનર નિપૂર્ણાબેન , સ્નેહા બેન, કલ્પનાબેન, દક્ષાબેન, વિજયભાઈ તેમજ હિંમત હાઈસ્કૂલની ગાઈડ બાળાઓ તેમજ એસ.બી મહિલા કોલેજની રેન્જર્સ બહેનો રક્ષાબંધનના ઉત્સવને કેદીઓ સાથે આનંદથી માણ્યો હતો