તળાજા પોલીસે નદીના પૂલ નજીક જૂના શોભાવડ ગામના રોડ પર બાવળની કાંટમાંથી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બે શખ્સને ઝડપી લઈ રૂપીયા ૬૦,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

       તળાજા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન તળાજી નદીના પૂલ નજીક જૂના શોભાવડ ગામના રોડ પર બાવળની કાંટમાં દારૂ અને બીયર રાખી વેચાણ કરાતુ હોવાની બાતમીના આધારે સ્થળ પર જઈ વિદેશી દારૂની ૧૯૮ બોટલ તેમજ બીયરના ટીન મળી કુલ રૂા. ૬૦,૬૦૦ના મુદ્દામાલ સાથે ક્રુષ્ણદેવસિંહ ઉર્ફે કાનો બુધ્ધરાજસિંહસરવૈયા (ઉં.વ.૨૯, રે. જૂની કામરોળ) અને વિપુલ ગૌતમ મકવાણા (ઉં.વ.૩૧, રે. જૂના શોભાવડની ધરપકડ કરતા દારૂનોદિવ્યરાજસિંહદિવ્યરાજસિંહ ઉર્ફે કડી બળભદ્રસિંહ- ગોહીલે આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે દિવ્યરાજસિંહ ઉર્ફે કડીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.