જીલ્લા માથી પ્રોહિબિશનની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય માટે અસરકાર કામગીરી કરવા માટે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ સીબી બરંડા ને ચોક્ક્સ બાતમી મળેલ કે નાની શામળદેવી ગામે દાદા વાળા ફળિયામાં રહેતો દીપકભાઈ ઊર્ફે બુધો મંગળસિંહ પરમાર તેના ઘર આગળ સિલ્વર કલરની એસયુવી કાર માં ગાડી નંબર GJ 24 K 6212માં ઇંગ્લિશ દારૂ ભરી મુકેલ છે બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી રેડ કરતા ૧૮૦મિલી ના ૫૭૬ નંગ પ્લાસ્ટિકના વિદેશી દારૂ ભરેલ કવાટર રૂ ૬૬,૨૪૦/તેમજ એસયુવી મહિન્દ્રા કાર રૂ ૩,૦૦,૦૦૦/ કુલ મળીને રૂ ૩,૬૬,૨૪૦/ નો મુદ્દામાલ ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢી પ્રોહી કલમો હેઠળ ગુનો નોધી દીપકભાઈ ઊર્ફે બુધો મંગળસિંહ પરમાર ને ઝડપી પાડી આગળની કાર્યવાહી સીની પીએસઆઈ સી બી બરન્ડા દ્વારા હાથ ધરી છે.