તળાજાના રોયલ અને હબુકવડ ગામ વચ્ચે પાલીતાણા ના યુવાને ઝેરીદવા ગઈકાલ બપોર બાદ પીધી હતી.દવાપીધા બાદ નજીકના ભદ્રાવળ ગામે રહેતા બનેવીને યુવાને ફોન કરેલ. તે જેને લઈ બનેવી એ દવા પીધેલ સાળા ને પાલીતાણા હોસ્પિટલમાં ખસેડેલ. જ્યાં મોત નિપજ્યા નું ડોક્ટર એ જાહેર કરેલ. જેને લઈ યુવકના પિતા નો આરોપ છે કે પોતાના દીકરાએ લેણદારો ની પઠાણી ઉઘરાણીના કારણે અંતિમ પગલું ભરેલ છે. ત્યારે જ્યા સુધી ફરિયાદ નહિ લેવાય २ ત્યાં સુધી મૃતદેહનો સ્વિકાર કરવાનો ઈન્કાર કર્યો હતો.

    બનાવ અંગે મળતી વિગતો મુજબ ને પાલીતાણા ના બારપરા ખાતે રહેતાસુરેશ શંભુભાઈ ચૌહાણ ઉ.વ.૩૨ એ ગઈકાલે તળાજા નજીક કાગબાઈ ની ધાર પાસે ઝેરી દવા પીધી હતી.ઝેર પીધા બાદ નજીકના ભદ્રવળ ગામે રહેતા બનેવી રણજીતભાઈ વાળા ને ફોન કરતા તેઓ સ્થળ પરદોડી ગયા હતા.યુવકને પાલીતાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં મરણ જાહેર કરેલ.જેનેલઈ પોલીસે એ.ડી દાખલ કરેલ છે.

તેની સામે યુવકના પિતા શંભુભાઈ ચૌહાણ નો આરોપ છેકે પોતાના દીકરા ને નજીકમાં રહેતા બે ઈસમો ઘરે આવી અને ફોનમાં પણ રૂપિયા ની માગણી કરી ને ધાક ધમકી આપતા હતા.સાથે મંડપ નો ધંધો કરેલ હોય તેના રૂપિયા ની માગણી કરતા હતા.જેને લઈ પોતાના દીકરાએ મોત વ્હાલું કરેલ.

         આ બાબતે બંને ઈસમો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધે તોજ લાશ નો સ્વીકાર કરવાનું પોલીસ ને જણાવતા બનાવ તળાજા પંથકનો હોય પાલીતાણા થી તળાજા પોલીસ મથકે ફરીયાદ કરવા આવેલ.શંભુભાઈ એ વિશેષ મા જણાવ્યું હતુ કે ૩૬ કલાક દરમિયાન બે વખત તળાજા પોલીસ ફરીયાદ કરવા આવ્યા અને બે વખત પાલીતાણા ફરિયાદ કરવા ગયા છતાંય ફરિયાદ નોંધાઈ નથી. બળજબરી પૂર્વક રૂપિયા ની ઉઘરાણી કરવા વાળા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નહિ નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહિ આવે તેમ જણાવ્યું હતુ.ઉક્ત સમગ્ર મામલો તળાજા પંથકના કોળી સમાજમાં ભારે ચર્ચા નો વિષય બન્યો છે.