ખેડા ટાઉનમાં વર્ધમાન જવેલર્સ માં થયેલ ચોરીમાં ૧૨.૨૫ લાખના ૧૭ તોલા સોનાના દાગીના સાથે કુલ-૦૩ની ધરપકડ,CCTV કેમેરાથી ઉકેલાયો ભેદ
(અહેવાલ સંજય ચુનારા ખેડા)
પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા, IPS સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.એન.સોલંકી સાહેબ કપડવંજ વિભાગ નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હોય જે આધારે ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પાર્ટ-A ગુ.ર.નં.૧૧૨૦૪૦૨૫૨૪૦૩૬૫/૨૦૨૪ બી..એન.એસ.કલમ-૩૦૩(૨),૫૪ મુજબના ગનાની તપાસ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.વી.સીસારા ખેડા- ટાઉન નાઓ કરી રહેલ હોય અને સદર અનડિટેક્ટ ગુનાની તપાસ કરતા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસથી અલગ અલગ ત્રણ ટીમ બનાવી તપાસ હાથ ઘરવામા આવેલ આ તપાસમાં ૧૫ થી વધુ CCTV ચેક કરવામાં આવેલ જેમાં ચોક્કસ અને આધારભુત બાતમી આધારે (૧) દિપકકુમાર વા/ઓ ભાઇલાલભાઇ ગોવિંદભાઇ દુલેરા સોની ઉ.વ.૨૧ રહે.વણકરવાસ રામાપીરના મંદિર પાસે નેસડા તા.ધોળકા જી.અમદાવાદ (૨) કાજલબેન વા/ઓ ધમૅશભાઇ મુકેશભાઇ દંતાણી ઉ.વ.૨૪ રહે.મલાવ તળાવ પાછળ ધોળકા, તા.ધોળકા જી.અમદાવાદ (૩) વિમળાબેન વા/ઓ દિલીપભાઇ કેશુભાઇ દંતાણી ઉ.વ.૫૨ રહે.બામણપીઠ ધોળકા તા.ધોળકા જી.અમદાવાદ મળી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ તેમજ ચોરીમાં ગયેલ ૧૭ તોલા સોનાના દાગીના કિ.રૂ.૧૨,૨૫,૫૬૦/- નો મુદ્દમાલ રીકવર કરવામાં આવેલ.આ ગુનાનો મુખ્ય સુત્રધાર ધર્મેશભાઇ મુકેશભાઇ દંતાણી રહે.મલાવ તળાવ પાછળ ધોળકા, તા.ધોળકા જી.અમદાવાદ નાને પકડવા પોલીસ તપાસ કરી રહી છે.
પકડાયેલ આરોપી :-
(૧)દિપકકુમાર સ/ઓ ભાઇલાલભાઇ ગોવિંદભાઇ દુલેરા સોની ઉ.વ.૨૧ રહે.વણકરવાસ રામાપીરના મંદિર પાસે નેસડા તા.ધોળકા જી.અમદાવાદ
(૨) કાજલબેન વા/ઓ ધર્મેશભાઇ મુકેશભાઇ દંતાણી ઉ.વ.૨૪ રહે.મલાવ તળાવ પાછળ ધોળકા, તા.ધોળકા
જી.અમદાવાદ
(૩) વિમળાબેન વા/ઓ દિલીપભાઇ કેશુભાઇ દંતાણી ઉ.વ.૫૨ રહે.બામણપીઠ ધોળકા તા.ધોળકા જી.અમદાવાદ
શોધાયેલ ગુનો :-
(૧) ખેડા ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં.-૧૧૨૦૪૦૨૫૨૪૦૩૬૫/૨૦૨૪ બી..એન.એસ.કલમ-
૩૦૩(૨),૫૪ મુજબ
મોડસઓપરેન્ડીસ :-
સોનીની દુકાનમાં જઇ સોનીની નજર ચુકવી દાગીના ચોરી કરવાની ટેવવાળા
આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-
(૧) નારોલ પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૫૨૩૦૭૧૦/૨૦૨૩,ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ
(૨) નારોલ પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૫૨૩૦૧૪૬/૨૦૨૩,ઇ.પી.કો કલમ-૩૮૦,૧૧૪ મુજબ
*કામગીરી કરનાર ખેડા ટાઉન પોલીસ ટીમ :-*
(૧) એચ.વી.સીસારા પોલીસ ઈન્સ્પેકટર
(૨) અ.હેડ.કો. શૈલષભાઇ મણીભાઇ
(૩) અ.હેડ.કો. રાહુલકુમાર મોહનભાઇ
(૪) અ.હેડ.કો.દિલીપકુમાર રાવજીભાઇ
(૫) પો.કો. ભુપેન્દ્રસિંહ નરવિરસિંહ
(૬) પો.કો. હરપાલસિંહ નટવરસિંહ
(૭) પો.કો. ભરતભાઇ અજીતભાઇ
(૮) પો.કો. મેહુલભાઇ સોમાભાઇ
(૯) પો.કો. ભાવેશભાઇ વાલજીભાઇ
(૧૦) વુ.પો.કો.સુમીત્રાબેન ભરતસિંહ